________________
૧૭૧
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન યોગીને શરીરાદિની સ્થિતિ હોય છે પરંતુ શિષ્યાદિના અદષ્ટથી કેવલીને શરીર હોતું નથી. માટે શિષ્યાદિના અદષ્ટથી ગુરુનું શરીર ટકે છે. આમ કહેવું તે વાત ગાંડા માણસ જેવી છે. ll૭૧ શક્તિ અનંત સહિત અજ્ઞાન, કર્મ કહો તો વાધઇ વાના કરમિં હુઈ જનમની યુક્તિ,
| દર્શન-જ્ઞાન-ચરણથી મુક્તિ lloણા ગાથાર્થ - અનંત શક્તિ સહિત (અનંત શક્તિવાળા એવા) = અજ્ઞાનાત્મક કમને જો કારણ માનો તો તમારી ઈજ્જત વધે, કર્મોથી જ સંસાર થાય છે અને જ્ઞાન-દર્શન તથા ચારિત્રથી જીવની મુક્તિ થાય છે. આ વાત બરાબર યુક્તિસિદ્ધ છે. અને સંપૂર્ણ સત્ય છે. ll૭ર/
રબો - રૂ વિદ્ય-માયાબ્દિવાખ્ય નિર્વદીય ગાન वेदांतीमत न घटइ । जो अनंतशक्तिसहित अज्ञानरूप कर्म कहो तो वान वधइ, तेहना उदय-क्षयोपशमादिकथी अनेक कार्य थाइ । कर्मक्षयइ मोक्ष थाइ" तेह ज कहइ छइ । कर्मइ जन्मनी-संसारनी युक्ति होइ, क्षायिक भावइ दर्शन-ज्ञान-चारित्र प्रकटइ, तिवारइ मुक्ति होइ ॥७२॥
વિવેચન - આ પ્રમાણે વેદાન્ત દર્શનકારને માન્ય એવું અવિદ્યા અથવા માયા શબ્દથી વાચ્ય એવું જે અનિર્વચનીય (અર્થાત્ શબ્દોથી અવાચ્ય) એવું અજ્ઞાનતત્ત્વ છે. આવું તેઓ માને છે તે તેમની માન્યતા યુક્તિયુક્ત નથી (યુક્તિસંગત નથી).
અવિદ્યા કે માયા એ કોઈ સાચું તત્ત્વ જ નથી તેને બદલે જ્ઞાનગુણને ઢાંકનારા અને અનંત શક્તિવાળા અજ્ઞાનસ્વરૂપ કર્મને કારણ માનવામાં આવે અને કર્મને સ્વીકારીને તેને જ સંસારની વિચિત્રતાનું કારણ માનવામાં આવે તો તમે સાચું સમજાવતા હોવાથી તમારી વાન (પ્રતિષ્ઠા) (આબરૂ) વધે. એટલે કે અવિદ્યા કે માયા એ કોઈ તત્ત્વ જ