________________
૧૭૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ शरीर शिष्यादिकनइ अदृष्टई रहइ, तो अरि कहेतां वैरी तेहनई अदृष्टइं पडइ कां नहीं ? ते मार्टि स्वादृष्टइ ज स्वशरीरनिर्वाह मानवो ॥७१॥
વિવેચન : - કોઈક ગાંડા જેવો (ઉન્મત્તપ્રાય) વાદી આમ કહે છે. અન્યના અદેખથી (એટલે કે લોકોના અદૃષ્ટથી) યોગી એવા ઈશ્વરનું શરીર ટકે છે અર્થાત્ ઈશ્વર પોતે તો કર્મરહિત હોવાથી અશરીરી છે. તો પણ લોકોના અદષ્ટના કારણે ઈશ્વર સશરીરી છે અને શરીર હોવાથી લોકોનાં સુખો (આપવાનાં અને દુખો) ટાળવાનાં કામો કરે જ છે. આમ કોઈક કહે છે તથા વળી તેઓ કહે છે કે ઉપરોક્ત ઈશ્વરની જેમ જ્ઞાની મહાત્માનાં કર્મો પણ ગયેલાં છે જ્ઞાની પોતે કર્મરહિત છે તો પણ શિષ્યાદિના અદૃષ્ટથી (શિષ્યાદિના પુણ્યાદિ કર્મોથી) જ્ઞાનીનું શરીર ટકે છે અને જ્ઞાની તે શરીર દ્વારા શિષ્યાદિનાં કામ કરે છે.
ઉપર કહેલી કેટલાક વાદીઓની આ વાત યથાર્થ નથી. ઉપર પ્રમાણે કહેનારા વાદીઓ મૃતથીર = પોતાના સિદ્ધાન્તમાં પોતાની માન્યતામાં સાચા તત્ત્વજ્ઞાની નથી.
જો યોગીનું શરીર શિષ્યાદિના અદષ્ટથી (કર્મોથી) ટકી શકતું હોય. એટલે કે જો યોગી મહાત્માનું શરીર શિષ્યાદિના પુણ્યથી જ ટકતું હોય તો તે જ યોગી મહાત્માનું શરીર, તેઓના વૈરીઓના કર્મથી પડી જવું પણ જોઈએ? પરંતુ આમ બનતું નથી. તેથી યોગીઓનું શરીર શિષ્યાદિના પુણ્યાદિથી ટકતું નથી પણ યોગીના પોતાના જ અદષ્ટથી ટકી શકે છે. એટલે યોગી પોતે અદેખવાળા જ છે તેઓ પણ અદૃષ્ટ કર્મવાળા (અર્થાતુ અઘાતી કર્મવાળા) જ છે અને તે પોતાના અઘાતી કર્મોના ઉદયથી શરીરવાળા છે.
તેરમા ચૌદમા ગુણસ્થાનક જેવા અતિશય ઉંચા ગુણઠાણે વર્તતા કેવલજ્ઞાની ભગવંતો જેવા યોગી પુરુષોને પણ ઘાતકર્મો જ ગયાં છે પરંતુ અઘાતી કર્મો બાકી રહેલાં છે. તેના ઉદયથી જ તે કેવલજ્ઞાની એવા