________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૫૭
મિથ્યા
સ્વપ્નમાં અનુભવાતા હાથી, ઘોડા વગેરે અજ્ઞાનપ્રસૂત છે. પરંતુ આ સ્વપ્નમાં જણાતા હાથી-ઘોડા જેવા મિથ્યા છે તેવા જાગૃત્ અવસ્થામાં દેખાતા હાથી-ઘોડા કંઈ અજ્ઞાનપ્રસૂત અસ ્પ નથીસ ્પ છે. કારણ કે તેના ઉપર આરોહણાદિ ક્રિયા થાય છે.
=
-
સ્વપ્નમાં જોયેલા હાથી-ઘોડા ઉપર આરોહણ થતું નથી. ગ્રામાન્તર જવાતું નથી. તેનાથી ગર્ભપ્રાપ્તિ આદિ કાર્યો થતાં નથી અને જાગૃત અવસ્થામાં જોયેલા હાથી-ઘોડા આદિ ઉપર આરોહણ કરાય છે. ગ્રામાન્તર જવાય છે ગર્ભપ્રાપ્તિ આદિ થાય છે. માટે જાગૃત અવસ્થામાં દેખાતા હાથી-ઘોડા આદિ પદાર્થોને સદ્પ=સાચા (યથાર્થ) માનવામાં તમને શું અંધકૂપ = (ગૂઢ અંતરાય-મોટો અંતરાય) નડે છે ! તમે તેને સાચા તત્ત્વરૂપે કેમ માનતા નથી ? તમારી આ મોટી ગેરસમજ છે.
પરમ પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્ય યોગવ્યવચ્છેદિકામાં કહ્યું છે કે -
आशामोदकतृप्ता ये ये चास्वादितमोदकाः । इत्यादि
?
“જેઓ આશારૂપ મોદકથી તૃપ્ત થાય છે અને જેઓએ ખરેખર સાચા મોદક ખાધા છે તે બન્નેના શરીરની વૃદ્ધિ, રસનો આસ્વાદ, વીર્યાદિની વૃદ્ધિરૂપ પરિણામો (ફળો) સરખાં માનવાનો પ્રસંગ આવશે. (આખા જગતને જે મિથ્યા માને છે તેઓને મતે આશામોદકવાળા જીવો અને સત્યમોદક ખાનારા જીવોમાં શરીરાદિની વૃદ્ધિ, રસાસ્વાદ, વીર્યાદિની વૃદ્ધિ સરખી થવાની આપત્તિ આવશે. માટે વેદાન્તિકની આ વાત બરાબર નથી. ।।૬૫।।
સાધક છઇ સવિકલ્પ પ્રમાણ, તેણિ સામાન્ય-વિશેષ મંડાણ નિરવિકલ્પ તો નિજરૂચિ માત્ર,
અંશઇ શ્રુતિ નિર્વાહિં યાત્ર IIsl