________________
૧૫૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ વિવેચન :- જુદા જુદા ભોગવિલાસોવાળું જે આ જગતું દેખાય છે તે અજ્ઞાનનું કાર્ય છે અને તેથી તે મિથ્યાસ્વરૂપ છે આમ જો તમે (બ્રહ્માદ્વૈતવાદીઓ) કહો છો, તો એટલે કે મોહ-માયા ઉપજાવે તેવા ભોગ વિલાસવાળું જે આ જગત આંખે દેખાય છે તે સઘળુંય જગત અજ્ઞાનનું કાર્ય છે અર્થાત્ ભ્રમસ્વરૂપ છે. જગત છે જ નહીં પણ ભ્રમથી માત્ર દેખાય છે આવું જો તમે અદ્વૈતવાદીઓ કહેશો તો એક આશાના મોદક અને બીજા સાચામોદક આ બન્ને મોદક અજ્ઞાનજન્ય જ થયા. જે આશામોદક ખાય તેનું પેટ ભરાતું નથી અને જે સાચા મોદક ખાય તેનું પેટ ભરાય છે આવું કેમ બને છે? અને આવું બને તો છે જ.
આશામોદક એટલે કે સ્વપ્નજ્ઞાનની જેમ માત્ર કલ્પના કરાયેલા જ મોદક, મનથી માની લીધેલા જ મોદક, જેમકે સ્વપ્ન આવ્યું કે મેં પેલા ભાઈને ઘેર ૨૫ લાડુ ખાધા તેવા સ્વપ્નવાળા જીવનું પેટ અને જેણે સાચેસાચ મોદક ખાધા હોય તેનું પેટ સમાન હોવું જોઈએ પણ જગતમાં આમ દેખાતું નથી. '
એટલે આશામોદકવાળાનું પેટ ખાલી છે. અને આસ્વાદિત મોદકવાળાનું પેટ ધરાયેલું છે. તેથી બન્ને સમાન નથી. આવું જાણીને હવે જો તમે જાગૃત અવસ્થામાં (જે સાચા મોદક) દેખાય છે કે જેનાથી પેટ ભરાય છે તેને પણ જો તમે માયારૂપ માનશો તો સાચા મોદકને જગત્મપંચ રૂપ છે આમ જણાવનારું જે અજ્ઞાન છે તે, તથા સ્વપ્નપ્રપંચ (સ્વપ્નમાં જણાતા આશામોદક)નું જે અજ્ઞાન છે તે બને અજ્ઞાનો ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં છે. આમ જો તમે કહેશો તો એટલે કે સાચા મોદક અને સ્વપ્નમોદક આ બન્ને ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા છે. એક સરખાં નથી. આમ જો કહેશો તો જાગૃત અવસ્થામાં અનુભવાતા અને વિલક્ષણતાને ધારણ કરનારા ઘટ-પટ વગેરે પદાર્થોને તમે અજ્ઞાનજન્ય મિથ્યાસ્વરૂપવાળા નહીં કહી શકો. પણ સટ્ટપસત્યભાવવાળા કહેવા પડશે.