________________
૧૪૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ કામણવર્ગણાનાં પુદ્ગદ્રવ્ય પોતે જ જીવના રાગદ્વેષાદિનાં પરિણામરૂપ નિમિત્ત પામીને જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણામ પામે છે આમ નિશ્ચયનય માને છે.
જીવમાં થતા રાગદ્વેષાદિ પરિણામોનું નિમિત્ત પ્રાપ્ત કરીને કાર્મણવર્ગણા પોતે જ જ્ઞાનાવરણીયાદિ રૂપે દ્રવ્યકર્મ સ્વરૂપે પરિણામ પામે છે. દરેક દ્રવ્યો પોતાના પરિણામના કર્તા છે. પરદ્રવ્યના પરિણામના કર્તા નથી. આમ નિશ્ચયનય માને છે એટલે રાગદ્વેષાદિ પરિણામો જીવને થાય છે માટે તે ભાવકર્મનો કર્તા જીવ છે. અને કાર્મણવર્ગણાનાં પુગલદ્રવ્યો એ જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામે છે માટે તે પુદ્ગલદ્રવ્યો જ દ્રવ્યકર્મના કર્તા છે આમ નિશ્ચયનય માને છે.
નિશ્ચયનયનું કહેવું છે કે જીવના પર્યાયનો કર્તા જીવ હોય અને પુગલના પર્યાયનો કર્તા પુદ્ગલ હોય. જીવદ્રવ્ય હોય કે પુગલદ્રવ્ય હોય આમ સર્વે પણ દ્રવ્યો પોતપોતાના પરિણામો ભજવવા સમર્થ છે. સર્વે પણ દ્રવ્યો પોતાના પર્યાયનો કર્તા છે. અન્ય દ્રવ્યના પરિણામનો કર્તા અન્ય દ્રવ્ય બને નહીં. કોઈપણ જીવદ્રવ્ય અજીવદ્રવ્યના પરિણામનો કર્તા બનતો નથી. તથા કોઈપણ અજીવદ્રવ્ય જીવદ્રવ્યના પરિણામનો કર્તા બનતો નથી. આમ નિશ્ચયનય કહે છે.
સારાંશ કે વ્યવહારનય પરપરાસંબંધને સ્વીકારે છે તેથી આ જીવ જેમ રાગાદિનો કર્તા છે તેમ કર્મનો કર્તા પણ જીવ છે. આમ વ્યવહારનયનું કહેવું છે પરંતુ નિશ્ચયનયનું કહેવું એવું છે કે જીવ તો રાગદ્વેષાદિ ભાવકર્મ કે જે પોતાના મલિન પરિણામરૂપ છે તેનો જ કર્તા છે. જ્ઞાનાવરણીયાદિ કર્મનો કર્તા જીવ નથી.
જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો કર્તા તો તે કાર્મણવર્ગણાનો પુગલદ્રવ્યો જ છે. પુદ્ગલપરિમામનો કર્તા પુદ્ગલદ્રવ્ય અને જીવપરિણામનો કર્તા જીવદ્રવ્ય હોય આમ નિશ્ચયનય માને છે. કોઈપણ