________________
૧૪૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પ્રગટતા થવાના કારણે જ આ આત્મા શુદ્ધદ્રવ્ય કહેવાય છે. જે નિમિત્તકારણ છે તે દ્રવ્યમાં કંઈ કામ કરતું નથી. આમ નિશ્ચયનય કહે
છે.
તથા વળી આ નયની દૃષ્ટિએ ચેતન એવો આત્મા પોતે જ પોતાના ગુણોનો કર્તા-ભોક્તા છે આવી માન્યતા નિશ્ચયનયની હોવાથી અન્ય દ્રવ્યના સંયોગથી આત્મામાં જે ગુણપર્યાયો પ્રગટ થાય છે તેને આ નય સ્વીકારતો નથી.પરંતુ પોતે જ શુદ્ધ છે માત્ર તે શુદ્ધતા પ્રગટ થાય છે.
જેમ શરીરના યોગે આત્મા સશરીરી છે. કર્મના યોગે આ આત્મા કર્મવાળો છે. આ બધી વાતો આ નયની દૃષ્ટિએ ઉપચારરૂપ છે તાત્ત્વિક નથી આમ સમજવું. ૬૧॥
ચેતન કર્મનિમિત્તઈ જેહ, લાગઈ તેલિ જિમ રજ દેહ । કરમ તાસ કરતા સહિ, નયવ્યવહાર પરંપર ગૃહિદા
ગાથાર્થ :- જેમ દેહ ઉપર લાગેલા તેલનું નિમિત્ત પામીને રજ ચોટે છે તેમ ચેતન એવા જીવને રાગદ્વેષાત્મક ભાવકર્મનું નિમિત્ત પામીને જે કામણવર્ગણા ચોટે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે તે દ્રવ્યકર્મનો કર્તા જીવ છે આમ વ્યવહારનય કહે છે તે નય પરંપરા સંબંધથી આ જીવ દ્રવ્ય કર્મનો કર્તા છે આમ માને છે. ૬૨
'
ટબો :- ચેતનમં=ને દ્વેષ, તે નિમિત્ત પામી ને પુત્પાત जीवनइ आवइ, जिम तेलनिमित्त पामी रज देहइ आवी लागइ छे तेहनइ ज्ञानावरणीयादि द्रव्यकरम कहिइ, तेहनो कर्ता जीव छइ, इम व्यवहारनय सद्दहइ, ते भावकर्मघटित परंपरासंबंध मानई छ । निश्चयनय ते पुद्गलनिमित्त जीव स्वपरिणामकर्ता, अध्यवसायनिमित्त पुद्गल स्वपरिणामकर्ता इम मानई ॥६२॥७