________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૩૫ छइ । प्रकृतिनो सांख्यमतइ, अविद्यानो वेदांतिमतइ नाश होइ तिवारी पहली आत्मानइ संसारिदशा हती, ते जो फिरी तो तुम्हारइ कूटस्थपणुं गयु, परिणामिपणुं थयुं, नहीं तो कहो मुक्तिदशाइ अधिकुं स्युं थयु ? सदा शुद्ध आत्मा छइ, प्रकृति-अविद्यानाशनइ अर्थई स्यो साधनप्रयास करो छो ? ॥५६॥
વિવેચન - સાંખ્યદર્શનકારો આત્મતત્ત્વને કૂટસ્થનિત્યદ્રવ્ય માને છે અને વેદાંતદર્શનકારો આત્માને અવિકારી દ્રવ્ય માને છે એટલે બને દર્શનકારો આત્માને એકાત્તે નિત્ય માને છે. પરંતુ આમ માનવામાં દોષ આવે છે. તે દોષ ગ્રંથકારશ્રી બતાવે છે -
પ્રથમ સાંખ્યના મતે આત્માનો પ્રકૃતિ સાથેનો જે સંબંધ છે તે સંબંધનો નાશ થયે છતે, અર્થાત્ પ્રકૃતિથી જન્ય જે કર્મોનો સંયોગ આત્માને હતો તે સંયોગનો નાશ થયે છતે તે આત્માની દશા બદલાય છે કે નથી બદલાતી? જો તમે એમ કહો કે આત્માની જે પહેલાં સંસારી દશા હતી તે બદલાઈને નવી શુદ્ધ-બુદ્ધ-મુક્ત દશા પ્રગટ થાય છે આમ જો કહો તો આ આત્માનું કુટસ્થપણું એટલે કે એકાન્ત નિત્યપણું ક્યાં રહ્યું? આત્માની દશા બદલાયે છતે આત્મા પણ પરિવર્તન-પામ્યો એટલે કથંચિ અનિત્ય થયો અને જો હવે એમ કહો કે આ આત્મા મુક્તિ પામે ત્યારે પણ આત્માની દશા પૂર્વના જેવી જ રહે છે પૂર્વે જેવી હતી તેવી જ રહે છે. ફેરફાર થતો નથી. તો મુક્તિદશા મળવાથી આ આત્માને અધિક શું લાભ થયો? કંઈ જ લાભ ન થયો કહેવાય. પહેલાં જેવો પ્રકૃતિથી જોડાયેલો હતો એટલે સંસારી હતો તેવો જ રહ્યો. તેમાં મુક્તિ મળે તો પણ શું લાભ? અને ન મળે તો પણ શું? મુક્તિ મળવા છતાં આત્મદ્રવ્ય તો તેવું જ રહ્યું. તો મુક્તિ મળી એમ કહેવાય પણ કેમ?
વળી જો આત્મા સદા શુદ્ધ-બુદ્ધ જ હોય તો પ્રકૃતિનો વિયોગ કરવા માટે અને પ્રકૃતિથી આત્માને વિખુટો કરવા માટે તત્ત્વજ્ઞાનાદિ