________________
૧૩૪
સમ્યક્ત થસ્થાન ચઉપઈ ઔપચારિક જ થશે અને આવી વાતથી તમે જો સંતોષ માનશો તો તમારાં સર્વ શાસ્ત્રો (ખાસ કરીને મોક્ષશાસ્ત્ર) નકામા-નિષ્ફળ થઈ જશે. જે શાસ્ત્રોમાં પરમાર્થથી સત્યતા નથી અર્થાત્ સર્વ શાસ્ત્રો ઔપચારિક જ છે અર્થાત નિષ્ફળ છે આવો અર્થ થશે. મોક્ષને સમજાવનારાં સર્વે પણ શાસ્ત્રો મિથ્યા થઈ જશે. જો ઉપર પ્રમાણે મોક્ષને ઔપચારિકતત્ત્વ માનશો તો,
“૨૫ તત્ત્વોને જાણનારો આત્મા જે તે આશ્રમમાં રહેતો હોય તો પણ તથા જટાવાળો હોય, મુંડનવાળો હોય કે શિખાવાળો હોય તો પણ મુક્તિ પામે છે. આ બાબતમાં કોઈ સંશય નથી.” આવા પ્રકારના શાસ્ત્રપાઠનો તથા “બ્રહ્મને જાણનાર બ્રહ્મસ્વરૂપને પામે છે. “આવા પ્રકારના શાસ્ત્રપાઠનો કોઈ અર્થ રહેશે નહીં. આવા પ્રકારનાં શાસ્ત્રવચનો સર્વ લોકોને ધર્મમાં જોડનારાં બનશે નહીં. લોકોને મોક્ષના ઉદ્દેશથી ધર્મમાં જોડનારાં સઘળાં વચનો પારમાર્થિક મોક્ષ ન મળવાથી મિથ્યા ઠરશે. મોક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી કહેવાયેલાં અને લખાયેલાં સર્વ શાસ્ત્રો મોક્ષ તરફની પ્રવૃત્તિ કરાવનારાં શાસ્ત્રો બનશે નહીં. પપ પ્રકૃતિ અવિધા નાશઇ કરી, પહિલી આત્મદશા જે ફિરી તો કુટસ્થપણું તુહ ગયું,
નહિ તો કહો ચુ અધિકો થયો પદા ગાથાર્થ :- સાંખ્યના મતે પ્રકૃતિનો અને વેદાન્તના મતે અવિદ્યાનો નાશ થયે છતે આત્માની પહેલાંની જે દશા હતી તે દશા જો ફરી જાય (બદલાઈ જાય) તો આત્મામાં કુટસ્થ નિત્યપણું ક્યાં રહ્યું ? અને જો પૂર્વની અવસ્થા છે તે તેમની તેમ જ રહે છે અને કુટસ્થનિત્યપણું જતું રહેતું નથી આમ કહો તો મુક્તિની પ્રાપ્તિમાં શું અધિકતા થઈ ? જેવો સંસાર હતો તેવો જ સંસાર ત્યાં પણ રહ્યો. /પી
બો :- ૪ ર માત્માનવું સુટસ્થપણે માનરૂ છે, તે તૂષા