________________
૧૨૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ હું જાણું એ કરણી કરું, એ ત્રિસું અંશિ માનઈ ખરું પણિ તે સરવ ભરમની જાતિ,
જાણઈ શુદ્ધ વિવેકહ ખ્યાતિ I૪૮II ગાથાર્થ :- (૧) હું પોતે જ આત્મા છું, (૨) હું પોતે ઘટપટાદિકને જાણું છું તથા (૩) હું પોતે જ ગમનાદિ કરણી (ક્રિયા) કરું છું. આ ત્રણે જીવ પોતે ખરું કરીને-સત્યરૂપે માને છે પરંતુ તે સઘળો ભમ માત્ર જ છે પરંતુ વિવેકખ્યાતિ (એટલે કે ભેદનું જ્ઞાન) જેને થયું છે તે જ શુદ્ધ આત્મસ્વરૂપને જાણે છે. //૪૮
ટબો - હું-માત્મા, ના પટાવવા, પ ર ાનાવિરૂપ करूं, ए ३ अंशे जीव खरु करी मानइ, पणि ते सर्व प्रतिबिंब भ्रमनी जाति छइ । विवेकख्याति कहेतां प्रकृतिपुरुषान्यताबुद्धि जेहनइ हुइ होइ, ते शुद्ध केवलात्मस्वरूप जाणइ ॥४८॥
વિવેચન :- (૧) હું બુદ્ધિ પોતે જ આત્મા છું (૨) હું આત્મા ઘટ-પટાદિકને જાણું છું (૩) અને હું પોતે જ ગમનાગમનાદિ ક્રિયા કરું છું” આ ત્રણે વસ્તુ જીવ પોતે ખરી કરીને માને છે, પરંતુ તે સાચી નથી. પ્રતિબિંબજન્ય ભ્રમનો એક પ્રકાર છે બુદ્ધિ અને આત્મા નામના પદાર્થને વિષે જે ભેદ છે તે ભેદનો વિવેક ન થવાના કારણે અર્થાત્ વિવેકાખ્યાતિના કારણે આવો ભ્રમ થાય છે. બુદ્ધિ અને આત્માનો ભેદ છે. તે ભેદ ન દેખાવો, સમજમાં ન આવ્યો હોય તેને વિવેકાખ્યાતિ કહેવાય છે. આવા પ્રકારની વિવેકાખ્યાતિથી આ ભ્રમ થાય છે.
જ્યારે વિવેકાખ્યાતિ ટળી જાય છે અને વિવેકખ્યાતિ થાય છે ત્યારે જ સત્યપણે ભેદનું જ્ઞાન પ્રવર્તે છે કે પુરુષતત્ત્વ અને પ્રકૃતિતત્ત્વ આ બન્ને ભિન્ન તત્ત્વ છે. પરંતુ ભ્રમથી મેં બન્નેને એક માન્યા હતા