________________
૧૧૯
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન પોતે શેય એવા ઘટ-પટાદિ આકારે પરિણામ પામે છે તેવા પ્રકારે ઘટપટાદિ આકારે પરિણામ પામેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. પરિણામે બુદ્ધિને એવો ભ્રમ થાય છે કે પુરુષ જ ઘટાદિ આકારે પરિણામ પામે છે.
બુદ્ધિ જ સુખ-દુઃખ અને મોહકાર ધારણ કરે છે અને આવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તેનાથી બુદ્ધિને ભ્રાન્તિ થાય છે કે પુરુષ જ સુખ-દુઃખ અને મોહાકાર ધારણ કરે છે. આ પુરુષોપરાગ કહેવાય છે. ૨
(૩) પવન આદિના કારણે દર્પણ હાલે છે. હાલતા-ચાલતાપણે રહેલા દર્પણમાં જ્યારે મુખનું પ્રતિબિંબ પડે છે ત્યારે પરિણામે જોઈએ તો સમજાશે કે મુખ તો સ્થિર છે તો પણ દર્પણમાં જેવું ચાલતું દેખાય છે તેવું ચાલતું નથી. તો પણ દર્પણ ચાલતું હોવાથી તેમાં પ્રતિબિંબિત થતું મુખ પણ ચાલતું દેખાય છે. તેવી જ રીતે બુદ્ધિ ક્રિયાશીલ છે અને પુરુષનું મુખ સ્થિર સ્વભાવવાળું છે તો પણ ક્રિયાશીલ બુદ્ધિમાં સ્થિર પુરુષનું પ્રતિબિંબ જ્યારે પડે છે ત્યારે બુદ્ધિને ભ્રાન્તિ થાય છે કે પુરુષ ક્રિયાશીલ છે. જેમ ટ્રેનમાં બેઠેલાને વૃક્ષો ચાલે છે તેવો ભ્રમ થાય છે તેમ અહીં બુદ્ધિને ભ્રમ થાય છે કે પુરુષ ગતિમાન છે આ થયો વ્યાપારાવેશ.
આ પ્રમાણે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાથી બુદ્ધિના કર્તુત્વનો આરોપ પુરુષમાં થાય છે. વાસ્તવિકપણે પુરુષ કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી. પરંતુ બુદ્ધિમાં પડેલા પ્રતિબિંબના કારણે પુરુષમાં કર્તાપણાનો અને ભોક્તાપણાનો આરોપ કરાય છે તેથી તે ભ્રમ કહેવાય છે. આ થયો વ્યાપારાવેશ.
આ પ્રમાણે પ્રતિબિંબ ત્રણ પ્રકારે કહેવાય છે તેના કારણે આવા પ્રકારનો આ ભ્રમ પણ ત્રણ પ્રકારનો થાય છે. ||૪૭થી