________________
સમ્યત્ત્વનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૧૦૯ ગાથાર્થ - (૧) અભિધ્યાનગુણ (૨) યોજનગુણ અને (૩) કેવલ્યગુણ આમ ત્રણ ગુણો પ્રગટ થયે છતે આ જગત્રપંચ જે (1) પારમાર્થિકરૂપે (૨) વ્યાવહારિકરૂપે અને (૩) આભાસરૂપે અનુક્રમે લાગતો હતો તે સઘળો ભ્રમ હવે ટળી જાય છે. આ પ્રમાણે કૃતિશાસ્ત્રો નિઃશલ્યપણે કહે છે. //૪all | રબો :- મિથુરવ ધ્યાન તે ધ્યાન-વેદાન્તશ્રવણ, યોગડું मुक्तिनइं ते योजन-तत्त्वज्ञान, कैवल्य कहेतां विदेहकेवलभाव, ए ३ गुण पामिइं, ते जीवनइं अनुक्रमइं प्रपंचनी पारमार्थिक-व्यावहारिकआभासिक्ताना प्रतिभासननी शक्ति छै, ते मिटइं । तिहां नैयायिकादि वासनाई प्रपंचनई पारमार्थिकपणुं जणातुं, ते वेदांतश्रवण पछी मिटइं। तिवार पछी प्रपंचनइं योगी व्यावहारिक करी जाणइ, पणि पारमार्थिक करी न जाणइं । वलतुं तत्त्वज्ञान उपजई तिवारइं प्रपंचनइं व्यावहारिकपणि न जाणइं, बाधितानुवृत्तिं आभासिकमात्र जाणइं । विदेहकैवल्यइं प्रपंच- ज्ञान मात्र ज टलई निःप्रपंच चिन्मात्र हुइ रहइ, "तस्याभिधानाद् योजनात् तत्त्वभावाद्भूयश्चान्ते विश्वमायाનિવૃત્તિઃ” રૂતિ શ્રુતિઃ જરા
વિવેચન :- (૧) અભિધ્યાન (૨) યોજન અને (૩) કૈવલ્ય ભાવની પ્રાપ્તિ આ ત્રણ ગુણો છે. ત્યાં
(૧) અભિધ્યાન એટલે અભિમુખ ધ્યાન અર્થાત્ આત્મભાવ તરફ=આત્માનું ધ્યાન આકર્ષાય એવું વેદાન્તશ્રવણ તે પ્રથમ ગુણ સમજવો. વેદાન્તના પાઠોનું વારંવાર નિત્ય શ્રવણ કરવાથી આ આત્મા આત્મભાવ તરફ આકર્ષાય છે અને મોહની માત્રા મંદ પડે છે તે અભિધ્યાન કહેવાય છે. (૨) મુક્તિની સાથે જોડી આપે તે ચોજન તેનો અર્થ એ થાય છે કે તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી. વેદાન્તપાઠોનું વારંવાર અધ્યયન કરવાથી આ જીવમાં તત્ત્વજ્ઞાનની જે પ્રાપ્તિ થાય છે તેને યોજન