SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ્ઞાનદશાવાળો સિદ્ધયોગી આ જીવ બને છે તે જીવને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કંઈ હોતી નથી. વ્યવહારથી તે આત્મા કર્તા કહેવાય છે પરંતુ પરમાર્થે આ જીવ કોઈથી બંધાયેલો નથી. પરમાર્થથી આ આત્માને કોઈપણ બંધન નથી. //૪રા બો - તે પ્રતિ મિટય સિદ્ધયોગીનર પ્રવૃત્તિ નિવૃત્તિ छइं, अगाध-निस्तरंग चेतनविलासमात्र छई । ते दशाइं साधु करता नथी पणि साखी छड् । व्यवहारइं लोकप्रतिभासई ते कर्ता थाओ, पणि परमार्थइ कोइ बांध्यो नथी ॥४२॥ વિવેચન :- “હું બંધાયેલો છું” આવા પ્રકારની જે ભ્રાન્તિ છે. તે જ્યારે મટી જાય છે અર્થાત્ આ ભ્રમ જ્યારે દૂર થાય છે ત્યારે આ સિદ્ધયોગી બને છે તેવા યથાર્થ જ્ઞાનવાળા સિદ્ધયોગીને અગાધ=અમાપ જ્ઞાનમાત્ર હોય છે એટલે કે અનંતજ્ઞાન માત્ર જ હોય છે. તેવા જીવને મોહના સંકલ્પ-વિકલ્પો હોતા નથી. આમ કરું કે તેમ કરું ઈત્યાદિ સંકલ્પ-વિકલ્પો રૂપ તરંગોથી રહિત શાન્ત સમુદ્રની તુલ્ય અગાધ જ્ઞાનમાત્રનો ચૈતન્યનો વિલાસ માત્ર જ હોય છે. પોતાના સ્વરૂપની રમણતા માત્ર વર્તે છે. તેવા તે જીવને હવે કોઈ કાર્ય માટેની પ્રવૃત્તિ કે નિવૃત્તિ હોતી નથી. આવા પ્રકારની ઊંચી દશામાં આ જીવ કર્તા કે ભોક્તા નથી પણ જે કંઈ વ્યવહાર બને છે તેમાં સાક્ષીમાત્ર થાય છે. વ્યવહારથી આ જીવ કર્તા છે આમ દેખાય છે પરંતુ તે બધું સહજભાવે થયા જ કરે છે. જીવ તે તે કાર્ય બુદ્ધિપૂર્વક કરતો નથી. માટે પરમાર્થથી તે જીવ બંધાયેલો નથી. આવી ઉંચી અવસ્થામાં આ જીવ જ્ઞાનમાત્રમાં વર્તનારો છે. શુદ્ધબુદ્ધ-નિરંજનપણે સદા વર્તે છે. ૪રા અભિધ્યાન યોજના કેવલ્ય ગુણ પામિઇ શ્રુતિ કહઇ નિઃશલ્યા પરમારથ વ્યવહાર આભાસ, ભાસનશક્તિ ટલેં સવિતાસા૪all
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy