________________
૧૦૦
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ યથાર્થ જ્ઞાન થયે છતે અજ્ઞાનતાન્ય આ જગતનો જે પ્રપંચ જણાયો હતો તે જ્ઞાન નાશ પામે છે.
જેમ છીપમાં આ છીપ જ છે આ છીપ જ છે આ પ્રમાણે છીપનું યથાર્થ જ્ઞાન થયે છતે તેમાં પૂર્વકાલે થયેલા રજતના જ્ઞાનનો નાશ થાય છે. આમ માનવામાં શબ્દસંબંધી ગૌરવ છે. તેને બદલે છીપજ્ઞાન થયે છતે છીપમાં ભાસેલા રજતનો નાશ થાય છે. આમ માનવું ઉચિત છે અને તેમ માનવામાં શબ્દસંબંધી લાઘવ છે. રજતના જ્ઞાનનો નાશમાનવાને બદલે રજતનો નાશ થાય છે. આમ માનવાથી શબ્દસંબંધી લાઘવ થાય છે. આમ માનવામાં થોડા શબ્દોથી કામ ચાલે છે એટલે આમ માનવામાં જ અક્ષરકૃત લાઘવ છે.
આ પ્રમાણે આત્મતત્ત્વનું સાચું જ્ઞાન થયે છતે જગતપ્રપંચનો નાશ થાય છે.
જ્યારે આ દૃષ્ટિમાં “આત્મતત્ત્વ” બરાબર સમજાઈ જાય છે ત્યારથી આ સમસ્ત વિશ્વ સાચું છે. આમ જે જણાયું હતું તેનો નાશ થાય છે અને ત્યારે જ ખ્યાલ આવે છે કે જગતમાં કોઈપણ પદાર્થ અસ્તિત્વ જ ધરાવતો નથી. જગતનો પ્રપંચ (વિસ્તાર) છે જ નહીં. આજ સુધી આ માતા, આ પિતા, આ ઘટ અને આ પટ એમ જે જાણ્યું હતું તે સઘળું ય મિથ્યા છે. જો તે પદાર્થો જ નથી, તો તેના જ્ઞાનની વાત કેવી?
આમ આત્મતત્ત્વ જણાયે છતે જગત્ પ્રપંચનો જ નાશ થાય છે. કારણ કે જગતનો પ્રપંચ હતો જ નહીં. આજ સુધી મોહથી (અજ્ઞાનતાથી) જ માન્યો હતો. પરંતુ આત્મતત્ત્વ એ જ સાચું એક તત્ત્વ છે. આમ જણાયે છતે બાકી બધા પદાર્થો મિથ્યા છે. આમ જણાય છે આવું વેદાન્ત પંડિતો કહે છે. આત્મતત્ત્વનું યથાર્થ ભાન થયે છતે બ્રહ્માણ્ડ મિથ્યા છે આવું ભાન થાય છે. ૩૭ળા