________________
સમ્યક્તનાં ત્રીજા સ્થાનનું વર્ણન
૯૯ સુષુપ્ત દશા હોય ત્યારે એટલે કે નિદ્રામાં સ્વપ્નદશા ચાલતી હોય ત્યારે સામે ઉભેલા જે પિતા દેખાય છે તે વાસ્તવિક પિતા હોતા નથી. અર્થાત્ અપિતા હોય છે. તેવી જ રીતે સ્વપ્નમાં જે માતારૂપે દેખાય છે તે માતા માતા હોતી નથી પણ અમાતા જ હોય છે. તથા સ્વપ્નમાં જે બ્રાહ્મણરૂપે જણાય છે તે સાચો બ્રાહ્મણ હોતો નથી. એટલે કે અબ્રાહ્મણ જ હોય છે તથા સ્વપ્નમાં ભૃણહાપણે (ગર્ભની હત્યા કરનારાપણે) જે જણાય છે તે પરમાર્થથી ભૃણહા (ગર્ભની હત્યા કરનારો) હોતો નથી. સારાંશ કે આવું આવું સ્વપ્નમાં જે કોઈ જ્ઞાન થાય છે તે જ્ઞાન પ્રમાણે જોય હોતું નથી. તેથી આ સઘળુંય સ્વપ્નજ્ઞાન એ ખરેખર ભ્રમજ્ઞાન કહેવાય છે. જ્યારે સ્વપ્નદશા સમાપ્ત થાય છે અને નિદ્રાધીન જીવ જ્યારે જાગૃત થાય છે ત્યારે સ્વપ્નમાં દેખેલું કોઈ પણ દેશ્ય પરમાર્થથી સત્ય હોતું નથી, આમ જણાય છે.
તેની જેમ આત્મજ્ઞાન થાય ત્યાર પછી સમસ્ત બ્રહ્માણ્ડ અસત્ અર્થાત્ મિથ્યા જણાય છે. જ્યારે આ આત્માને આત્મતત્ત્વનું ભાન થાય છે ત્યારે આત્મા એ જ એક સાચું તત્ત્વ છે. પ્રાપ્ત કરવા લાયક છે. યથાર્થ તત્ત્વ છે. બાકી બધું મિથ્યા છે. ભ્રમ છે, કાલ્પનિક છે. પરમાર્થથી કોઈ પણ વસ્તુ સત્ નથી આવું સાચું જ્ઞાન થાય છે. આ પ્રમાણે કૃતિઓમાં વેદાન્ત શાસ્ત્રના પંડિત પુરુષોએ કહ્યું છે.
જેમ લાંબો એવો એક સાપ સુતો હોય, ત્યારે તેમાં લાંબી એક લાકડી છે એવું ભ્રમાત્મક જ્ઞાન થાય છે. (જો કે તે જ્ઞાન ભ્રમાત્મક હોવા છતાં તે વખતે તે જ્ઞાન સાચું જ લાગે છે) અને સુતેલા તે સાપને લાકડી જ છે એમ સમજીને આ જીવ ચાલે છે. પરંતુ તે સર્પ જ્યારે ડંખ મારે છે ત્યારે અથવા હાલે ચાલે છે. ત્યારે “આ તો સર્પ જ છે” આમ સર્પનું યથાર્થ જ્ઞાન થાય છે અને તે યથાર્થ જ્ઞાન થયે છતે સર્પમાં થયેલું જે લાકડીનું ભ્રમાત્મક જ્ઞાન હતું તે નાશ પામે છે. તેવી જ રીતે “આત્મતત્ત્વનું