________________
પ્રસ્તુત ગ્રંથ “ગશતક' સુપ્રસિદ્ધ પ્રાચીન જૈનાચાર્ય શ્રીહરિભદ્રસૂરિને રચેલે છે, અને એ યોગનું સ્વરૂપ, યોગના અધિકારી, યોગ પ્રાપ્ત કરવા માટેની પૂર્વ તૈયારી, અને ઉત્તરોત્તર ગથી પ્રાપ્ત થતી ભૂમિકાઓને ખ્યાલ આપે છે. અદ્યાપિ એ અપ્રસિદ્ધ જ હતો. ડે. કુમારી ઇન્દુકલાબહેન ઝવેરીએ સૌથી પ્રથમ જ સંપાદન કરી વિવેચન અને વિસ્તૃત પ્રસ્તાવના સાથે તૈયાર કરી આપે, તે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
કુમારી ઇન્દુકલાબહેને પીએચ. ડી. ની પદવી માટે થિસિસ'ના વિષય તરીકે “સાંખ્ય અને જૈન પરિણામવાદને તુલનાત્મક અભ્યાસ ” લીધે હતો. તેમાં તેમણે સૂક્ષ્મતાપૂર્વક જે સંશોધન અને વિવેચન કર્યું છે તે તજજ્ઞોની પ્રશંસાપાત્ર બન્યું છે. એમને હાથે જ આ યોગવિષયક ગ્રંથ તૈયાર થાય છે એ અમારા માટે આનંદને વિષય છે. આ ગ્રંથમાં તજજ્ઞોને તેમનાં પાંડિત્ય અને વિવેચનશક્તિની વિશેષતા દેખાશે એવી આશા રાખીએ છીએ.
તા. ૧૫-૪-૧૯૫૬ ભદ્ર, અમદાવાદ
રસિકલાલ છો. પરીખ અધ્યક્ષ, ભે. જે વિદ્યાભવન
ગુજરાત વિદ્યાસભા