________________
રર મા તીર્થંકર નેમિનાથ અને સાધ્વી રામતી એ બને પાત્રો જૈન પરંપરામાં સુવિખ્યાત છે. જેમ-રામતીના નવ ભવની કથા પણ જાણીતી છે. દરેક ભવમાં એ બને પતિ પત્ની તરીકે સહજીવન ગાળે છે અને પુરુષાર્થથી વિકાસ કરતાં કરતાં છેલા નવમા ભવમાં બન્ને મુક્તિપદ સાધે છે. આ નવે ભવમાં બનેને પુરુષાર્થ એકધારો વિકાસશીલ ને સંવાદી રહ્યો છે, જ્યારે સમરાદિત્યકથાનાં મુખ્ય બે પાત્રો રાજકુમાર ગુણસેન અને પુરોહિતપુત્ર અગ્નિશમની કથા જુદી જ રીતે શરૂ થાય છે. આ બન્નેનું ભવ ભવમાં એક યા બીજી રીતે સાહચર્ય સધાય છે, પણ તે સંવાદમાં પરિણમતું નથી.
પિતાની બેડેળ આકૃતિની ગુણસેને વારંવાર કરેલ મશ્કરીથી કંટાળી અગ્નિશમ તાપસ બને છે જેથી બીજે જન્મે એવી વિડ બના સહવી ન પડે. કાલાંતરે ગુણસેનને અગ્નિશર્માને મેળાપ થાય છે. ગુણસેન પોતાના અપરાધની માફી માગી અગ્નિશમને માસે પવાસને પારણે પિતાને ત્યાં ભિક્ષા લેવા આગ્રહપૂર્વક નિમંત્રે છે. માસાંતે અગ્નિશર્મા ત્યાં જાય છે, પણ એક યા બીજે કારણે તેના પ્રત્યે ધ્યાન અપાતું નથી. આમ ચાર વાર બનવાથી અશિર્મા ક્રોધે ભરાઈ જન્મોજન્મ ગુણસેનનું વેર લેવા સંકલ્પ કરે છે. જ્યારે ગુણસેન સાધુ બને છે ત્યારે દેવયોનિમાં ગયેલ અગ્નિશર્માને જીવ વૈરવૃત્તિને કારણે તેના પર અગ્નિકણ વરસાવી તેને જીવ લે છે, પરંતુ ગુણસેન જરાય રોષ લાવ્યા સિવાય ક્ષમાથી બધું સહી લે છે. આમ એક પછી એક જન્મમાં અગ્નિશમને જીવ ગુણસેનના જીવને ઘાત કરે છે, પણ તે તે ક્ષમાપૂર્વક સહી લે છે અને એ રીતે ઉત્કર્ષ પામતાં મુક્તિ મેળવે છે, જ્યારે અગ્નિશમને આત્મા અધોગતિ પામે છે.
આ રીતે સત્કમ તેમજ પુરુષાર્થનું અને અસત્કર્મ તેમજ અસપુરુષાર્થનું ફળ કેવું હોય એ મુખ્ય વક્તવ્યને દર્શાવવા