________________
१६
જૈન પરંપરામાં કથાનુયાગ એ એક શાસ્ત્રના પ્રકાર મનાયા છે. આગમિક સાહિત્યમાં આવતી કથાએ ઉપરાંત પણ અનેકવિષ કથાઓ લખવાની પ્રણાલી શ્રી હરિભદ્ર પહેલાંથી પણ ચાલુ તા હતી જ. તરંગવતી, વસુદેવહિંડી, ધમ્મિલહૂિંડી, પમચરિય આદિ અનેક ચરિત કે કથાગ્રંથા રચાયેલાં, જેમાંથી કેટલાક ઉપલબ્ધ પશુ છે, પરંતુ એ બધામાં સમરાદિત્યકથાનું સ્થાન અનાખુ છે. એક તેા તેની ભાષા સરલ હાઈ સુખેાધ છે, વના કંટાળા આપે તેવાં લાંબાં નથી અને અવાન્તર કથાએ એવી રીતે ગૂંથાઈ છે કે જેથી મુખ્ય કથાવસ્તુના સંબંધ વાચક્રના મનશ્ચક્ષુ સમીપ અવિચ્છિન્ન રહે છે અને ઉત્તરાત્તર રસ પેાષાતા જાય છે. આવાં જ લખાણેાથી સુપ્રસિદ્ધ કવિ ધનપાલે તિલકમંજરીની પ્રસ્તાવનામાં તેની પ્રશંસા કરતાં કહ્યું છે કેઃ
निरोद्धुं पार्यते केन समरादित्यजन्मनः । प्रशमस्य वशीभूतं समरादित्यजन्मनः
અર્થાત્ સમરાદિત્યકથાના વાંચનથી ઉત્પન્ન થયેલ પ્રશમરસને વશ થયેલું મન જ્યારે વૈર-વિગ્રહ આદિ ઉપાધિ ત્યજવા માંડે છે ત્યારે એ મનને કાઈ રોકી શકતું નથી.
'
ધનપાલ પછી આ. હેમચંદ્રે પણ પેાતાના કાવ્યાનુશાસનમાં એને સલકથા તરીકે ઓળખાવી છે.૧ કવિ ધનપાલ પહેલાં પણ શ્રી હરિભદ્રના વિદ્યાશિષ્ય ઉદ્યોતનસૂરિએ તે જાણે સમરાદ્વિત્યકથાના પ્રભાવથી પ્રેરાઈને જ પેાતાની ‘ કુવલયમાલા ' કથા રચી હૈાય એમ લાગે છે.૨ સમરાદિત્યકથાનું મહત્ત્વ દિવસે દિવસે એટલું બધું વધતું ચાલ્યું કે આગળ જતાં તેના સંસ્કૃતમાં સક્ષેપ થયા અને ગુજરાતી ભાષામાં પણ સમરાદિત્યરાસ રચાયા.
१. समस्त फलान्तेति वृत्तवर्णना समरादित्यादिवत् सकलकथा | કાવ્યાનુશાસન અ. ૮. સૂ. ૮.
૨. જુએ શ્રી જિનવિજયજીના ‘કુવલયમાલા' લેખ, વસ’ત સ્મારક ગ્રંથ,
પા. ૨૬૨-૬૪.