________________
ગાથા ૩-૩૪-૩૫
૫૧
ને વિકસાવ્યે જાય છે. તે સાંપ્રદાયિક પરિભાષાના કે સાંપ્રદાયિક બાહ્ય આચારના ખેખાથી પર થઈ જાય છે. પાતંજલ યોગશાસ્ત્રમાં પણ સાધકની રુચિ અને શક્તિને અનુસરી અનેક પ્રકારના આચારે એવા દર્શાવાયા છે કે જેમાંથી કોઈને એક તે કેઈને બીજો વધારે અનુકૂળ પડે. દા. ત. જ્યારે પતંજલિ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન જેવા ક્રિયાયોગને નિર્દેશ કરે છે ત્યારે તે સાંખ્યયોગ સંપ્રદાયની પરિભાષા વાપરી તેને અર્થ સૂચવે છે, પરંતુ એ સાંપ્રદાયિક પરિભાષામાં જ બંધાઈ નથી રહેતા. એ વસ્તુ યોગશાસ્ત્રનું પહેલું ને બીજું પાદ બરાબર સમજીને વાંચનારના ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી. પ્રસ્તુત ગ્રંથકાર જૈન પરંપરાના હે ઈ તેમણે જૈન પરિભાષામાં આચારોની યાદી આપી છે, પણ એ તો સાંપ્રદાયિક પરિભાષા માત્ર છે. એ પરિભાષાનું હાર્દ અને એને અર્થ બને આધ્યાત્મિક વિકાસની કક્ષાને સંગત હોય ને તેને પિષક તેમજ આગળ વધારનાર હોય એવાં લેવાના છે. તેથી જ ગ્રંથકારે પોતે યોગબિંદુમાં સમ્યગ્દષ્ટિ અને બોધિસત્વ એ બનેને એક લેખ્યાં છે. બૌદ્ધ પરંપરામાં બોધિસત્વની મનાતી યોગ્યતા એ જ જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવા સમ્યગ્દષ્ટિની યોગ્યતા છે. આ જ યુક્તિ આગળના અધિકારીઓ માટે પણ સમજવી. ખરે દેશવિરતિ ને ખરો સર્વવિરતિ એ કાંઈ જૈન પરંપરાના સ્થળ ખોખામાં કે બીજી કઈ પણ ધર્મપરંપરાના સ્થૂળ ખામાં નથી સમાતો. એ કોઈ એક પરંપરાને સ્થૂળ રીતે અનુસરો હોય તો પણ તે બધી પરંપરા માટે આંતરિક રીતે એકસરખે જ છે, એટલે ગ્રંથકારે બીજાથી ચોથા સુધીના અધિકારીઓને જે જે સદાચાર માટે સૂચના કરી છે તે માત્ર પરિચિત ને સ્થૂળ પ્રણાલિકાને અનુસરીને. મનુસ્મૃતિમાં ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીને પાળવાના જે જે આચાર વર્ણવ્યા છે તે પણ, જો સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિની આંતરિક ગ્યતા