________________
આ પાંડુલિપિમાં આચારાંગવૃત્તિની 8 ા પ ૩ ...... વગેરે વગેરે હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને અનેક અનેક ટિપ્પણોમાં પં. અમૃતભાઈએ પાઠભેદો આપ્યા છે. પરંતુ ા ...વગેરેથી કયા કયા સ્થાનના કયા કયા હસ્તલિખિત આદર્શે તેમને વિવક્ષિત છે તેનું કશું જ સ્પષ્ટીકરણ તેમણે ક્યાંયે કર્યું નથી. વિક્રમ સં. ૨૦૫૬ મહાવદિ ૧૩ શનિવારે (ઇસ્વીસન તા. ૪-૩-૨૦૦૦)માં તેઓ સ્વર્ગવાસી થઈ ગયા છે, તેમ જ તેમના સહયોગી શ્રી લક્ષ્મણભાઈ ભોજક પણ સ્વર્ગવાસી થઈ ગયા છે એટલે આ વ રવ સંકેતોથી શું ગ્રાહ્ય છે તેની અમને કશી જ ખબર નથી.
વળી, કેટલેય સ્થળે અમને લાગ્યું છે કે તેમણે મૂળમાં લીધેલો પાઠ બરાબર નથી, પણ ટિપ્પણમાં નોંધેલો પાઠભેદ સારો છે, છતાં અમે કંઈપણ ફેરફાર કર્યા વિના ખોટો લાગતો પાઠ પણ જેવો ને તેવો જ મૂળમાં રાખ્યો છે. જયાં તેમણે મૂળમાં લીધેલો પાઠ તદન અસંગત લાગ્યો છે તેવાં બે-ચાર સ્થળોમાં જ અમે પાઠ સુધાર્યો છે.
વળી, પાંડુલિપિમાં માર્જિનમાં તેમણે અનેક સ્થળે પાઠ બાબતમાં શંકા વ્યક્ત કરી છે. અમે એ વિષે કંઈ જ વિચારણા કરી નથી. અમે તો ૫. અમૃતભાઈએ કરેલો પરિશ્રમ નિરર્થક ન જાય એટલા માટે આ ગ્રંથ મુદ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પં. અમૃતભાઈએ આચારાંગસૂત્રનું મૂળ તો લખ્યું જ નથી. મૂળની જગ્યાઓ તેમણે પાંડુલિપિમાં ખાલી જ રાખી છે. એટલે આચારાંગસૂત્રનું જે મૂળ અમે સંશોધિતસંપાદિત કર્યું છે અને જે શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ તરફથી વિક્રમ સં. ૨૦૩૩ (ઈસ્વીસન્ ૧૯૭૭)માં પ્રકાશિત થયું છે તેમાંથી જ સૂત્રો લીધેલાં છે. સૂત્રના નંબરો પણ તેના જ આપ્યા છે. તે તે સૂત્રમાં પાઠભેદો પણ ઘણા છે, પણ તે અમે અહીં લીધા નથી. સૂત્રના પાઠભેદો જોવા જેમની ઇચ્છા હોય તેમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું સંસ્કરણ જોઈ લેવું.
પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયમહારાજનો સ્વર્ગવાસ વિક્રમ સં. ૨૦૧૭માં થયો છે. પાંડુલિપિમાં માર્જિન આદિમાં તે તે પાઠ અંગે જે શંકા છે. અમૃતભાઈએ કેટલેક સ્થળે નોંધી છે તેમાં કેટલીક શંકાઓનું નિરાકરણ તો પુણ્યવિજયમહારાજ તરત જ કરી શકત. એટલે પુણ્યવિજયમહારાજની હાજરીમાં આ પાંડુલિપિ તેમણે તૈયાર કરી હોય એમ લાગતું નથી, પુણ્યવિજયમહારાજના સ્વર્ગવાસ પછી જ તેમણે આ પાંડુલિપિ તૈયાર કરી હશે એમ અમારું અનુમાન છે.
પં. અમૃતભાઈ સાથે મારે ઘણો સારો પરિચય હતો, મને ચોક્કસ તો યાદ નથી, પણ પ્રાયઃ એમણે મને કહ્યું હતું કે આચારાંગના ચાર અધ્યયનોની ટીકા ઉપર તેમણે કામ કર્યું છે. તે સમયે મેં તેમને કશું પૂછુયું નહોતું.