________________
શ્રીપ્રસન્નચ દ્રરાજર્ષિ તુ ચરિત્ર,
( ૭ ) હે રાજન્ ! દુષ્ટ ધ્યાનરૂપ અટવીમાં ઉત્પન્ન થએલા કર્મરૂપ વૃક્ષના સહુને ભસ્મીભૂત કરી હમણાં તે રાજર્ષિ કેવળજ્ઞાન પામ્યા છે.” પ્રભુએ વર્ણન કરેલા શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિના ચરિત્રરૂપ સુગંધિવડે વાસીત થએલા શ્રેણિક રાજાએ હર્ષથી પ્રભુને પૂછ્યું કે:
હે ભગવન્ ! પોતાના માળપુત્રને રાજ્યાસન ઉપર બેસાડી એ પ્રસન્નચંદ્ર ભૂપતિએ શામાટે દીક્ષા લીધી ?” શ્રીમહાવીર પ્રભુએ કહ્યું કે:
પાતનપુરમાં નામના નગરમાં યથાર્થ નામવાલેા સામચંદ્ર રાજા રાજ્ય કરતા હતા તેને સરલ સ્વભાવવાળી, વિવેક અને વિનયથી ઉદાર તેમ શીલરૂપ અલંકારને ધારણ કરનારી ધારિણી નામે સ્ત્રી હતી. એકદા ગેાખમાં બેઠેલી રાણી પાતે હાથથી રાજાના કેશને જોતી હતી એવામાં તેણીએ ભૂપતિના મસ્તકમાં પળીયાં જોયાં. તેથી તેણીએ “હે સ્વામિન્ ! આ ક્રૂત આન્યા. ” એમ ભૂપતિને કહ્યું. રાજાએ આમ તેમ ૠઇને કહ્યું. “ અહિં ધૃત કેમ દેખાતા નથી ? ” તે ઉપરથી રાણીએ તેના મસ્તકના પળી દેખાડયા. રાજા પળીને જોઈ “ જીવિત રૂપ ભૂપતિના ઉત્તમ ધર્મદ્ભુત રૂપ આ પળી છે. વળી એ વૃદ્ધાવસ્થાના હેતુ છે.” એમ કહીને બહુ ખેદ કરવા લાગ્યા. ધારિણીએ કહ્યુ.
“ હે નાથ ! તમે એક પળોને જોઈ અત્યંત ખેદ કરતા છતા બહુવૃદ્ધે પુરૂષની પેઠે સજા કેમ પામે છે ? મેં જેવી રીતે તમારી વૃદ્ધાવસ્થા વાતાથી પણ પ્રસિદ્ધ ન થાય તેવી રીતે પહના ઉદ્ઘાષણથી સર્વ લેાકને નિષેધ કર્યાં હતા.” ભૂપતિએ કહ્યુ “હે સુંદરી ! પળી આવવાને લીધે હું લેાકથી કયારે પણ લજ્જા પામું તેવા નથી પરંતુ મ્હારા ખેદ્યનુ કારણ એમ છે કે અમારા પૂર્વજોએ પળી આવ્યા પહેલાં દીક્ષા લીધી છે અને હું પળી આવ્યા છતાં પણ કામાસકત થઇ રહ્યો. હું સવારમાંજ રાજ્ય ત્યજી દઈ નિર્મલમને વ્રત અંગીકાર કરૂં, પરંતુ હજી સ્તનપાન કરતા એવા માલપુત્રને વિષે રાજ્યભાર કેમ આરાપણુ થાય ? અથવા વ્રત અંગીકાર કરતા એવા મ્હારે હવે રાજ્ય અને પુત્રવડે શું? હું તે આનંદથી વ્રત લઇશ. તું ત્હારા પાતાના પુત્રને વૃદ્ધિ પમાડ.” ધારિણીએ કહ્યું. “હું આપના વિના રહેવાની નથી, કારણ સતી સ્ત્રીએ સર્વ વખતે પતિને અનુસરનારી હાય છે. પૂર્ણ મનેારથવાલા આપ, ખાલપુત્રને રાજ્યાભિષેક કરા અને હુતા છાયાની પેઠે આપની વનમાં પણ સેવા કરીશ. પુત્ર પ્રસન્નચંદ્ર બાલ છે. તાપણ તે વનવૃક્ષની પેઠે પોતાના કર્મ થી વૃદ્ધિ પામશે. તેને મ્હારા વૃદ્ધિ પમાડવાવડે કરીને શું ? ” પછી સામચંદ્ર રાજા; પુત્રને રાજ્યાભિષેક કરી પોતે સ્ત્રી અને ધાત્રી સહિત વનમાં જઇ તાપસ થયા. ત્યાં તે મહા શૂન્ય વનમાં કાઇ આશ્રમ પ્રત્યે રહી સુકાં પત્રાદિકનુ ભાજન કરતા છતા દુષ્કર તપ કરવા લાગ્યા. વનમાં તેણે પાંદડાં વિગેરે એકઠાં કરી તેની એક વટેમાર્ગુને તથા મૃગેાને શીતલ છાયાના સુખને આપનારી ઝુંપડી બનાવી. પ્રેમના સમૂહથી વ્યાપ્ત એવા સામચંદ્ર ભૂપતિ, પોતાની પ્રિયાને માટે વનમાંથી મધુર ફૂલ અને જલ લાવી આપતા. રાણી ધારિણી
<