SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજબૂસ્વામી નામના ચમકેવલીની કથા (૩૩૫). સાવધાન અને ઉત્તમ બુદ્ધિવાન એવા શ્રી જંબુસ્વામી પરીષહાદિકને જીતી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અન્યદા ગુણના સમુદ્રરૂપ શ્રીસુધર્માસ્વામી, જબૂસ્વામી વિગેરે સાધુઓ સહિત પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ચંપાનગરી પ્રત્યે આવ્યા. વનપાલના મુખથી શ્રી ગણધરના આગમનને સાંભળી હર્ષ પામેલો કુણિક રાજા, તેમને વંદના કરવા ગયો. ઉદ્યાનમાં પ્રવેશ કરતાં છત્ર, ચામર, પાદુકા, આયુધ અને મુકુટ ત્યજી દઈ ચંપાપતિ ગુરૂના સન્મુખ આવ્યો ત્યાં તેણે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગણધરને વંદના કરી અને પછી ભકિતવંત એ તે કૃણિકરાજા ગુરૂની સન્મુખ બેઠો. પછી શ્રી સુધમ ગણધરે ધર્મથી મનહર અને દયારૂપ વેલના વનને અમૃતની નદી સમાન ધર્મદેશના આપી. દેશનાને અંતે કૃણિક રાજાએ શ્રી ગણધર મહારાજાના સર્વ શિષ્યને જોતાં જોતાં જંબુસ્વામીને ઉદ્દેશી શ્રી ગણધર મહારાજાને પૂછયું “હે ભગવન્ ! આ મુનિનું રૂપ અદ્ભુત છે, તેજ પણ મહા અદ્ભુત છે, સિભાગ્ય પણ મહા અદ્ભૂત છે. સામાન્ય રીતે એમનું સર્વ અંગોપાંગ અદભૂત દેખાય છે.” પછી શ્રી સુધર્માસ્વામીએ કૃણિક રાજાની આગલ જંબુસ્વામીના પૂર્વ ભવનું ચારિત્ર કે જે શ્રી મહાવીર પ્રભુએ શ્રેણિક રાજાને કહ્યું હતું તે કહી સંભલાવ્યું; અને પછી કહ્યું કે “હે ભૂપતિ ! એ મુનીશ્વરના રૂપ, સૈભાગ્ય અને તેજ તેમના પૂર્વભવના તપને લીધે એવાં દેખાય છે. એ છેલ્લા કેવલી છે, તેમ ચરમ દેહધારી છે. તે પોતે આજ ભવમાં સિદ્ધિપદ પામશે.” શ્રીસુધર્માસ્વામી કૂણિક ભૂપતિને કહે છે કે–પૂર્વે ગણધરોએ એમજ કહ્યું કે “જંબૂકુમાર મોક્ષપદ પામ્યા પછી મન:પર્યવજ્ઞાન તથા પરમ અવધિજ્ઞાન રહેશે નહીં. આહારક શરીરની લબ્ધિ તેમજ પુલાક લબ્ધિ રહેશે નહીં. વલી ક્ષપક શ્રેણિને ઉપશમ શ્રેણિ ઉપર ચડવાનું પણ બંધ થશે. જિનકપિપણું પણ રહેશે નહીં. ૧ પરિહારવિશુદ્ધિ, ૨ સૂમ સંપરાય અને ૩ યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પણ રહેશે નહીં. આ પ્રમાણે આગલા પણ ઓછું, ઓછું થતું જશે.” શ્રી સુધર્માસ્વામીનાં આવાં વચન સાંભળી કૂણિક રાજા, તેમના ચરણ કમલને નમસ્કાર કરી ચંપાપુરી પ્રત્યે ગયે. શ્રી સુધર્માસ્વામી પણ પિતાના પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા અને તેમની સાથે વિહાર કરવા લાગ્યા. શ્રી સુધમોસ્વામીએ પચાસ વર્ષની વયે દીક્ષા લીધી. ત્યાર પછી તેમણે બીશ વર્ષ પર્યત શ્રી વિરપ્રભુની અખંડ સેવા કરી. શ્રી મહાવીર પ્રભુ મોક્ષ ગયા પછી શ્રી સુધર્માસ્વામી તીર્થ પ્રવર્તાવતા છતા બાર વર્ષ પર્યત છવસ્થપણે રહ્યા. પછી બાણુમે વર્ષે કેવલજ્ઞાન પામી તેમણે આઠ વર્ષ પર્યત ભવ્યજીને પ્રતિબંધ પમાડતાં પૃથ્વી ઉપર વિહાર કર્યો. સો વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણ સમય પાસે આવે છતે શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને ગણધર પદે સ્થાપ્યા. જંબૂસ્વામી પણ તીવ્ર તપ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy