________________
શ્રીઆદ્રકમાર નામના મુનિવરની કથા (૧૩૨) કરવા ધનશ્રીના પિતા પાસે તેના ઘરે આવવા લાગ્યા. તેઓને આવીને ગયા જાણું ધનશ્રીએ પોતાના પિતાને પૂછયું. “હે તાત ! તે સર્વ વ્યવહારીઆઓ આપણું ઘરે શા માટે આવ્યા હતા ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “હે પુત્રી ! આ સર્વે પુરૂષે પોત પિતાના પુત્રને અર્થે હારું માગું કરવા આવ્યા હતા, માટે હવે તું ત્યારે પિતાને ભાવ મને જણાવ.” ધનશ્રીએ કહ્યું. નિર્મલ કુલમાં ઉત્પન્ન થએલી ઉત્તમ કન્યાએનું એકવાર પાણગ્રહણ થાય છે. જેના પાણગ્રહણ વખતે દેવતાએ મને સાડાબાર કોડ દ્રવ્ય આપ્યું છે, તેજ મારે આ ભવને પતિ છે. અન્યથા મારે જવાલાથી વિકરાલ એ અગ્નિજ શરણ છે. માટે તમારે મારા બીજા વરને માટે જરાપણું ચિંતા કરવી નહિ, ” પુત્રીને આ કદાગ્રહ જાણું શ્રેષ્ઠીએ કહ્યું. “નિસ્પૃહી એવા તે સાધુ હારે પાણગ્રહણ શી રીતે કરશે ? વલી પિતાની મેળે લ્હારા હાથમાંથી પિતાના પગ છોડાવી રાત્રીને વખતેજ નાસી ગએલા તે એકલા અને અસ્થિર મુનિને શી રીતે લખી શકાય ? ” ધનશ્રીએ કહ્યું. “એમને હુંજ લખીશ, કારણ મેં વિજલીના પ્રકાશથી એ મહા મુનિના પગને વિષે પદ્મ દીઠું છે.” પિતાએ કહ્યું. “હે વત્સ ! જે. એમ છે તે તું મારી દાનશાલામાં રહી નિરંતર યાચક જનને સ્વેચ્છા પ્રમાણે દાન આપ, અને આપવાને વખતે નિત્ય સાવધપણાથી તેને લખવા માટે સર્વ યાચકેના પગ જે. કદાચિત્ હારા ભાગ્યયોગે જે તે મુનિ અહિં આવી ચડે તો ત્યારે મને ઝટ નિવેદન કરવું. ” પિતાની તે આજ્ઞા માન્ય કરી ધનશ્રી સ્વેચ્છા પ્રમાણે યાચક જનને દાન આપતી છતી દાનશાલામાં રહેવા લાગી.
હવે અભયકુમારને મલવા માટે જતા એવા આદ્રકુમાર મુનિ, હંમેશાં રાજગૃહ નગર તરફ પગ રાખીને રાત્રીએ સુતા. એક દિવસ તે મહા મુનિનું ઉગ્ર એવું ભેગાવલી કર્મ ઉદય આવ્યું જેથી રાત્રીએ સુતેલા તે મુનિના પગને સ્થાનકે મસ્તક આવી ગયું. પછી તે મહામુનિ પિતાના પગને અનુસાર હંમેશની માફક ચાલવા લાગ્યા અને કેટલેક દહાડે પાછા વસંતપુર નગરે આવી પહોંચ્યા. ત્યાં પોતાના ભેગાવલી કમેં મેરેલા તે ધીર મહા મુનિ, ભિક્ષાને અર્થે ધનશ્રીની દાનશાલા પ્રત્યે ગયા. શુદ્ધ ભજન વહોરાવતી એવી ઘનશ્રીએ તે મુનિના ચરણમાં પદ્મ દીઠું, તેથી તેણુએ તુરત તે મહામુનિને ઓળખ્યા. તુરત પોતાના પિતાને મુનિના આગમનની વાત જણાવીહર્ષના આંસુને વિસ્તાર કરતી ધનશ્રી મુનિના ચરણમાં પડી કહેવા લાગી કે “હે સ્વામિન્ ! તે રાત્રીએ મહારા હાથમાંથી બલવડે પિતાના પગ છોડાવી નિરાશ્રિત એવી મને ત્યજી દઈ ચાલ્યા ગયા હતા, પણ આજે શીરીતે જશો ? શ્રેણી પણ રાજા વિગેરેને સાથે લઈ ત્યાં આવ્યા અને આદ્રકુમાર મુનિને પ્રણામ કરી હાથજોડી કહેવા લાગ્યો. કરૂણારસના સમુદ્ર અને વિશ્વના જીવને હિતકારી છે મુનીશ્વર ! તમારાજ એક શરણે રહેલી આ બાળાને જે તમે પરણશે નહીં તે નિચે તે અગ્નિમાં પ્રવેશ કરી પિતાના પ્રાણ ત્યાગ કરશે. કારણ એ તમારા વિના બીજા પતિને