________________
“આત્મસિદ્ધિવિવેચન'ની પ્રથમવૃત્તિની પ્રસ્તાવના-શિલાલેખ-મુદ્રાલેખ
(મનહર છંદ) અનન્ત અનન્ત ભાવ ભેદથી ભરેલી ભલી,
અના અનન્ત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ,
તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.
–શ્રીમદ્ રાજચંદ્ર આ “આત્મસિદ્ધિના પ્રણેતા કવિવર જ્ઞાનેશ્વર શ્રીમદ્ રાજચન્દ્ર પ્રભુ છે. કલમના એક અઅલિત ઘારાપ્રવાહે આ આત્મસિદ્ધિ' તેમણે એકાદ કલાકમાં હૃદયમાંથી બહાર લાવી શબદારૂઢ કરેલી છે. જીવોનો સંસારપ્રત્યયી પ્રેમ અસંસારગત કરવા, તેમાં અવતરિત આત્મતત્ત્વ પ્રત્યે પરમપ્રેમ જાગૃત કરવા અને એકરસ કરવા, ભક્તિરાહમાં અદ્વિતીય કવિત્વ પ્રભાવથી અતિ સરળ અને પ્રૌઢ માતૃભાષામાં તે “આત્મસિદ્ધિ' અલંકૃત કરી અજોડ બનાવી છે.