________________
(૫). શ્રી કચ્છ, નાની ખાખરના, શેઠશ્રી નાનજીભાઈ લઘાભાઈએ, આ ગ્રંથ પ્રકાશનમાં રૂ. ૫૦૦/- ની ભેટ શ્રી આશ્રમના જ્ઞાનખાતામાં આપીને જ્ઞાનપ્રભાવના પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રદર્શિત કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ] સ્ટેશન અગાસ
અધ્યાત્મપ્રેમી, તા. ૧-૧-૧૯૫૧
બ્ર ગોવર્ધનદાસ
લિ.
પ્રકાશકીય દ્વિતીય આવૃત્તિમાં સાયંકાલીન દેવવંદનનો ભાવાર્થ, જે પૂ. શ્રી બ્રહ્મચારીજી દ્વારા થયેલ, જેની નોંધ પૂ. ૐકારભાઈએ કરેલ તે પણ ઉમેરી લેવામાં આવેલ અને પંચમવૃત્તિમાં પૂ. રાવજીભાઈ જી. દેસાઈએ કરેલ પ્રાતઃકાલીન દેવવંદનના અર્થ પણ ઉમેરવામાં આવેલ. પછીથી છઠ્ઠી આવૃત્તિમાં “ભક્તિનો ઉપદેશ” અને “અમૂલ્ય તત્ત્વવિચાર” નામનાં બે કાવ્યો ઉપર પૂ. શ્રી બ્રહ્મચારીજી દ્વારા “મોક્ષમાળા-વિવેચન' પ્રસંગે થયેલા વિવેચન ઉમેરી લેવામાં આવ્યું હતું. તેની જ આ પુનરાવૃત્તિ છે.
વાચકવર્ગને આ પુસ્તકનો સદુપયોગ આત્માર્થ સાઘનમાં સહાયભૂત બનો એ જ શુભેચ્છા.
– પ્રકાશક