________________
૩૩૪
નિત્યનિયમાદિ પાઠ પાંચેય પરમેષ્ઠીરૂપ પરમ ગુરુ સહજાત્મસ્વરૂપ છે. આપ પણ સહજાત્મસ્વરૂપ છો તેથી પરમ ગુરુ છો. પરદ્રવ્ય અને પરભાવમાંથી મોહ મમત્વ રહિત હોવાથી, તેમાંથી સ્વામીપણું છૂટી ગયું હોવાથી, આપ કેવળ શુદ્ધચૈતન્યસ્વરૂપ નિજ નિર્મળ આત્માના સ્વામી છો. એવા હે સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચેતન્યસ્વામી ! આપ સદાય જયવંત વર્તા!
ૐકાર બિન્દુસંયુક્ત નિત્ય ધ્યાયત્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમોનમઃ ૨ યોગીઓ બિંદુ સહિત 3ૐકાર પ્રણવ મંત્રનું નિત્ય ધ્યાન કરે છે. એ સર્વ વાંચ્છિત વસ્તુને અને મોક્ષને આપનાર ૐકારને વારંવાર નમસ્કાર હો !
અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ (સાધુ) એ પાંચેય પરમગુરુના પ્રત્યેકના પહેલા અક્ષર લેતાં અ+અ+આ+ઉ+મૂઓમ્ શબ્દ થાય છે. તેથી પરમાર્થે એમાં પંચપરમેષ્ઠીનો સમાવેશ થાય છે. સદ્ગુરુ આજ્ઞા અનુસાર એના ધ્યાનથી, ક્રમે કરી, યાવત્ ઉત્કૃષ્ટ પરમેષ્ઠી-સિદ્ધપદ પર્વતની પરમાત્મદશાને પ્રગટાવી જીવ શિવરૂપ બની પરમ ઘન્યરૂપ પરમ કૃતાર્થ થાય છે. ૨
મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. ૩
મલ ગાલયતિ એટલે સર્વ કર્મરૂપ મલિનતાને, પાપને દૂર કરે અથવા મંગં લાતિ એટલે સસુખની પ્રાપ્તિ કરાવે તે મંગલ. એવા મંગલ સ્વરૂપ, પરમ કલ્યાણમૂર્તિ અને મંગલકરણ એટલે કલ્યાણના કરનાર એવા વીતરાગ સર્વજ્ઞ પ્રભુની રાગદ્વેષ અજ્ઞાન રહિત શાંતરસપ્રઘાન વીતરાગવાણી તે રૂપ વિજ્ઞાન, વિશિષ્ટ