________________
૩૩૩
સાયંકાલીન દેવવંદન (રાવજીભાઈ દેસાઈ કૃત ભાવાર્થ સહિત)
મહાદેવ્યાઃ કુષિરત્ન શબ્દજિતરવાત્મજમ્ રાજચંદ્રમાં વંદે તત્ત્વલોચનદાયકમ્ ૧
દેવામાતારૂપ મહાદેવીની કુક્ષિથી ઉત્પન્ન અમૂલ્ય રત્ન જેવા તથા વચનનો જય કરનારા, “સાક્ષાત્ સરસ્વતીના નામે પ્રસિદ્ધિ પામેલા, અથવા જેની વચનરૂપ ભારતીવિભૂતિ, સરસ્વતી સદા જયવંત વર્તે છે એવા, અગાધ શ્રુતજ્ઞાનના પારગામી, મહાપ્રજ્ઞાવંત શ્રી રવજીભાઈના પુત્ર શ્રીમદ્ રાજચંદ્ર, કે જે અનાદિના અજ્ઞાન અંધત્વને દૂર કરવા અને અંતર્મુખ અવલોકનથી પરમાત્મતત્ત્વનાં દર્શન કરાવવા અપૂર્વ તત્ત્વલોચન, દિવ્યદ્રષ્ટિ, જ્ઞાનચક્ષુના આપનાર છે, તેમને હું પરમ ઉલ્લાસિત ભક્તિભાવે નમસ્કાર કરું છું. જય ગુરુદેવ ! સહજત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ વૈતન્યસ્વામી.
આત્મજ્ઞાનદશારૂપ સાચી ગુરુતાથી વિભૂષિત હોવાથી જે સદ્ગુરુ છે, અને દીતિ ક્રીડતિ પરમાનન્દ ઇતિ દેવઃ, પરમાનંદમાં જે રમણતા કરે તે દેવ, તદનુસાર આત્મરમણતાના આનંદમાં નિરંતર નિમગ્ન હોવાથી જે દેવ છે એવા હે પરમ કૃપાળુ સદ્ગુરુદેવ ! તમે ત્રિકાળ જયવંત વર્તો ! મોહાદિ વિભાવોનો જય કરવા આપની આત્મમગ્નદશા અમને પણ નિરંતર અવલંબનરૂપ બનો, અને આપની કૃપાથી અમોને પણ આત્મદશા સાધવામાં સફળતા, વિજય સંપ્રાપ્ત થાઓ ! આપ કર્મકલંકરૂપ અશુદ્ધ અસહજ દશાથી મુક્ત, આત્મશ્વર્યયુક્ત સહજ શુદ્ધ સ્વાભાવિક અસંગ અબંધ મુક્ત સહજાત્મસ્વરૂપ છો.