________________
સાયંકાલીન દેવવંદન
૩૨૫ તથા કરવું, કરાવવું, અને અનુમોદવું એ પ્રકારે ત્રિવિધ ત્રિવિદ્યા ભાવવંદન હો, સર્વકાળ માટે વંદન હો, વિનય સહિત વંદન હો, સમયે સમયે વંદન હો, પંચ પરમેષ્ઠીને નમસ્કાર હો, ગુરુદેવનો જય હો, શાંતિ હો.
સંસારસાગર તારવામાં ઉત્તમ, સજ્જનોમાં ઉત્તમ, હિત કરનારાઓમાં ઉત્તમ, પરમ દયા કરનાર, પરમ ઘર્મસ્નેહ રાખનાર, પરમ કૃપા કરનાર, જેમની વાણી અત્યંત મીઠીરસવાળી છે, અતિ સુકુમાલ એટલે આત્મિક સુખને યોગ્ય, સર્વ જીવોની દયા પાળનાર, કર્મરૂપી શત્રુને હણનાર અને આત્માની હિંસા ન કરો, અન્ય જીવોને ન હણો એમ કહેનાર; આપનાં ચરણકમળમાં મારું મસ્તક નમાવું છું-મૂકું છું. આપના ચરણકમળ મારા હૃદયકમળમાં નિરંતર અચળ રહો, અચળ રહો. સપુરુષોનું સસ્વરૂપ મારાં ચિત્તની સ્મૃતિરૂપી પડદા ઉપર કોતરાયેલું સદા પ્રગટ જયવંત રહો, જયવંત રહો. આનંદમાનંદકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપે નિજબોઘરૂપ, યોગીજમીડ્યું ભવરોગવૈદ્ય, શ્રીમદ્ ગુરું નિત્યમહં નમામિ.
ક