________________
૩૨૪
નિત્યનિયમાદિ પાઠ
નમસ્કાર
જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ...મર્ત્યએણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.૨૬ ભાવાર્થ :— દેહધારી ભગવાન છતાં જેની દશા વિદેહી છે તે ભગવાનના ચરણકમળમાં વારંવાર નમસ્કાર હો ! જય જય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ..... મત્યએણ વંદામિ.
નમોડસ્તુ, નમોડસ્તુ, નમોડસ્તુ, શરણં શરણું શરણું, ત્રિકાળ શરણે, ભવોભવ શરણં, સદ્ગુરુ શરણં, સદા સર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનય વંદન હો, સમયાત્મક વંદન હો. ૐ નમોડસ્તુ જય ગુરુ દેવ શાન્તિઃ,
પરમ તારુ, પરમ સજ્જન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાલ, જીવદયા પ્રતિપાળ, કર્મ શત્રુના કાળ, ‘મા હણો, મા હણો' શબ્દના કરનાર ! આપકે ચરણકમળનેં મેરા મસ્તક, આપકે ચરણકમળ મેરે હૃદયકમળમેં, અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; સત્પુરુષોંકા સત્સ્વરૂપ મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટૂંકોત્કીર્ણવતુ સદોદિત જયવંત રહે, જયવંત રહે.
ભાવાર્થ :— હે ભગવાન ! તમને નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! તમારું શરણું, મને પ્રાપ્ત હો, પ્રાસ હો, પ્રાસ હો. ત્રણે કાળ મને શરણે ટકી રહ્યો. દરેક ભવમાં મને આપનું શરણું હો. સદ્ગુરુનું શરણું સદા હો. મનથી, વચનથી, કાયાથી