________________
મેરી ભાવના
ઘર ઘર ચર્ચા રહે ઘર્મકી દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે. ૯
૩૧૩
જગતના સર્વ જીવો સુખી રહો, સર્વનાં દુઃખ દૂર થઈ જાઓ, સૌ કોઈ કદાપિ ભય નહીં રાખતાં, પ્રતિકૂળ પ્રસંગોમાં નાહિંમત થઈ ગભરાઈ ન જતાં ધીરજને, સહનશીલતા ગુણને કેળવો. સર્વ જીવો પરસ્પર વેરભાવ દોષ કે પાપ ભાવ અને અભિમાન છોડી, નિત્ય આત્મકલ્યાણ સન્મુખ થાઓ. પ્રત્યેક ઘેર સદ્ધર્મની ચર્ચા, સદ્ધર્મની વૃદ્ધિ થાય એવી ભાવના વર્ધમાન થાઓ અને હિંસાદિ નહીં કરવા યોગ્ય દુષ્કૃત, પાપકર્મ દુષ્કર થઈ જાઓ અર્થાત્ કોઈ એવાં પાપ કરો નહીં. સભ્યજ્ઞાન અને સુચારિત્રરૂપ આત્મધર્મની ઉન્નતિ, વૃદ્ધિ કરી સર્વ પોતાનાં દુર્લભ મનુષ્યભવને મોક્ષપ્રાપ્તિના પ્રયાસમાં ગાળીને સફળ કૃતકૃત્ય કરો. સમ્યગ્દર્શનરૂપ આત્મઅનુભવથી મોક્ષમાર્ગ પામી મનુષ્યજન્મની સફળતા સર્વ સાધ્ય કરો.
ઈતિભીતિ વ્યાપે નહિ જગમેં, વૃષ્ટિ સમય પર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાકા કિયા કરે; રોગ મરી દુર્ભિક્ષ ન ફૈલે, પ્રજા શાન્તિસે જિયા કરે, ૫૨મ અહિંસા ધર્મ જગતમેં ફૈલ સર્વ હિત ક્રિયા કરે.૧૦
જગતમાં ધાન્ય વગેરેને નુકસાન પહોંચાડનાર સાત ઉપદ્રવ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, શલભ (તીડ) નો ઉપદ્રવ, (મુષક) ઉંદરોનો ઉપદ્રવ, (પોપટ) પક્ષીઓનો ઉપદ્રવ, સ્વચક્રનો ઉપદ્રવ અને પરચક્રનો ઉપદ્રવ જેને ઈતિ કહેવાય છે તેનો ભય વ્યાપો નહીં, અર્થાત્ ઈતિ આદિ ઉપદ્રવો થાઓ નહીં. વરસાદ