________________
૩૦૮
નિત્યનિયમાદિ પાઠ સાઘનોમાં જે નિશદિન તત્પર રહે છે, ઇંદ્રિય વિષય આદિ સાંસારિક સુખરૂપ સ્વાર્થનો ત્યાગ કરવાથી, સાંસારિક ભોગની ઇચ્છા માત્રનો ત્યાગ કરવાથી અને આત્મિક આનંદના આસ્વાદથી આહાદતા હોવાથી ખેદ રહિત, ખરી દુષ્કર તપસ્યા જે કરી રહ્યા છે એવા આત્મજ્ઞાની, આત્માનુભવી તત્ત્વદર્શી ત્યાગી મહાત્મા જગતને સત્ય માર્ગદર્શક થઈ મોક્ષાર્થીજનોનાં સર્વ દુઃખસમૂહને હરે છે. રહે સદા સત્સંગ ઉન્હીકા, ધ્યાન ઉન્હીકા નિત્ય રહે, ઉન હી જૈસી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરક્ત રહે; નહીં સતાઊં કિસી જીવકો, જૂઠ કભી નહિ કહા કરું, પરઘન વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરૂં. ૩
એવા જ્ઞાની મહાત્મા પુરુષનો મને નિત્ય સત્સંગ રહેજો. તેમનું નિરંતર ધ્યાન રહેજો. અને તેમના જેવી ચર્યામાં, તેમના આત્માની ચેષ્ટા વિષે ચિત્તવૃત્તિ સદાય પ્રેમ, પ્રીતિ, અનુરાગપૂર્વક તલ્લીન રહેજો.
હું કોઈ જીવને હણું નહીં, જરાય ત્રાસ આપું નહી, અસત્ય કદી બોલું નહીં, પરઘન અને પરસ્ત્રીને કદાપિ ઇચ્છું નહીં અને સંતોષરૂપ અમૃતનું પાન કર્યા કરું કે જેથી પરવસ્તુને ગ્રહણ કરવા મને કદાપિ લોભ થાય નહીં. સ્વદ્રવ્યથી જ સદાય સંતોષસુખને આસ્વાદું. અહંકારકા ભાવ ન રફખું, નહીં કિસી પર ક્રોઘ કરું, દેખ દૂસરોંકી બઢતીકો, કભી ન ઈર્ષા ભાવ ઘણું; રહે ભાવના ઐસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જહાં તક ઇસ જીવનમેં, ઔરોંકા ઉપકાર કરૂં. ૪