________________
૩૦૭
૧૭ મેરી ભાવના
જિસને રાગદ્વેષ કામાદિક જીતે સબ જગ જાન લિયા, સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિઃસ્પૃહ હો ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ ચિત્ત ઉસીમેં લીન રહો. ૧
રાગ દ્વેષ કામ આદિ સર્વ ઘાતકર્મરૂપ અંતર શત્રુઓને જેણે જીત્યા છે, અને તેથી સર્વ લોકાલોકને હસ્તામલકવતુ જણાવનાર નિર્મળ જ્ઞાન ભાસ્કર જેને પ્રગટ્યો છે, તે પ્રતાપી મહાજ્ઞાની પુરુષે કેવળ નિષ્કારણ, નિઃસ્વાર્થ કરુણાથી, સર્વ જીવોના પરમ કલ્યાણને અર્થે સત્ય સનાતન વીતરાગ મોક્ષમાર્ગનો ઉપદેશ કર્યો છે, તેને બુદ્ધ, વિર, જિન, હરિ, હર કે બ્રહ્મા ગમે તે નામથી કહો પણ તેમણે પોતાનો આત્મા પરાધીન (કર્માધીન) હતો તેને સ્વાધીન, સ્વતંત્ર, મુક્તિસુખમાં મહાલનાર, પરમાત્મરૂપ બનાવ્યો માટે પરમ ભક્તિભાવથી પ્રેરિત થઈને આ મારું ચિત્ત તે વીતરાગ પરમાત્મામાં તલ્લીન રહો. વિષયોંકી આશા નહિ જિનકે, સામ્યભાવ ઘન રખતે હૈ, નિજ પરકે હિત સાઘનમેં જો નિશદિન તત્પર રહતે હૈં; સ્વાર્થ ત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખ સમૂહકો હરતે હૈં. ૨
જેણે પાંચ ઇન્દ્રિયોના વિષયસુખની ઇચ્છા છોડી દીધી છે, અને સામ્યભાવ, સમતાભાવ, શુદ્ધ ઉપયોગ, એ જ આત્મિક ધન જેણે સંગ્રહ્યું છે, પોતાના તથા પરના આત્મકલ્યાણનાં