________________
નિત્યનિયમાદિ પાઠ
હે સર્વશ જિનેશ ! ક્રિયે જે પાપ જુ મૈં અબ, તે સબ મન વચ કાય યોગકી ગુપ્તિ બિના લભ; આપ સમીપ હાર માંહી મેં ખડો ખડો સબ, દોષ કહું સો સુનો કરો નઠ દુઃખ દેહિં જબ. ૨ હે સર્વજ્ઞ જિનેશ ! મન, વચન, અને કાયા એ ત્રણે યોગની ગુપ્તિ, સંયમ વગર મેં જે જે પાપ કર્યાં તે સર્વ પાપ આપ પ્રભુની સમીપ ઊભો રહીને કહું છું. આપ તે સાંભળો અને તે સર્વ દોષ કે જે મને દુઃખના દેનાર છે તેનો નાશ કરો.
૨૯૨
ક્રોઘ માન મદ લોભ મોહ માયાવશ પ્રાની, દુઃખ સહિત જે ક્રિયે દયા તિનકી નહિ આની; બિના પ્રયોજન એક ઇંદ્રિ બિ તિ ચઉ પંચેન્દ્રિય, આપ પ્રસાદહિં મિટૈ દોષ જો લગ્યો મોહિ જિય. ૩ ક્રોધ, માન, મદ, લોભ, મોહ, અને માયાને વશ થઈ મેં જે જે પ્રાણીને દુઃખી કર્યાં, દયા કરી નહીં, વગર કારણે એક બે ત્રણ ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જે જે જીવોની વિરાધના કરી, તેથી જે જે દોષ મને લાગ્યા તે સર્વ દોષ હે પ્રભુ ! આપની કૃપાથી મિથ્યા થાઓ.
આપસમેં ઇક ઠૌર થાપિ કરિ જે દુઃખ દીને, પેલિ દિયે પગતલેં, દાબિકરિ પ્રાણ હરીને; આપ જગતકે જીવ જિતે તિન સબકે નાયક, અરજ કરૂં મૈં સુનો, દોષ મેટો દુઃખદાયક. ૪ એકબીજા જીવોને પરસ્પર એક ઠેકાણે ઉપરાઉપરી મૂકીને દુ:ખ દીધું, પગ તળે દાબીને, પીલીને, કચરી નાખીને પ્રાણ રહિત કર્યા; હે પ્રભુ, જગતમાં જેટલાં જીવ છે તે સર્વના આપ