________________
૨૯૧
१६ સામાયિક પાઠ
9. પ્રતિક્રમણ કર્મ કાલ અનંત ભ્રામ્યો જગમેં સહિયે દુઃખ ભારી, જન્મ મરણ નિત કિયે પાપકો હૈ અધિકારી; કોડિ ભવાંતરમાંહિ મિલન દુર્લભ સામાયિક, ઘન્ય આજ મેં ભયો જોગ મિલિયો સુખદાયક. ૧
અનંત કાળથી આ જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. ત્યાં મહા ભયંકર દુઃખોને ભોગવી રહ્યો છે. જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ અનંત દુઃખ અનંતકાળથી અનંતથી અનંત વાર ભોગવ્યા કરે છે. તે સર્વ દુઃખ ભોગવવાના કારણરૂપ અજ્ઞાન આદિ અનેક દોષ-પાપનું પોતે ભાજન થયેલા છે. (અર્થાત્ અનંત દોષ-પાપથી જ આ પરિભ્રમણનાં દુઃખ ચાલુ રહ્યાં છે.) તે દોષને દૂર કરનાર અને શુદ્ધ આત્મસ્વભાવને પ્રગટાવનાર સામાયિક કરોડો ભવોમાં પણ મળવું દુર્લભ છે. તે સામાયિક કરવાનો સુખદાયક જોગ, અવસર મને આજે મળ્યો છે તેથી અહો ! આજે હું અત્યંત ઘન્યરૂપ છું, કૃતાર્થ છું. મારો આ કાળ લેખાનો છે, સફળ છે.
૧. પૂર્વે લાગેલા દોષથી પાછા હઠવું તે. ૨. રાગદ્વેષ રહિત સમભાવરૂપ આત્મસ્વભાવમાં રહેવું તે.