________________
જિનેન્દ્ર પંચકલ્યાણક
વદન ઉદર અવગાહ, કલસગત જાનિએ, એક ચાર વસુ જોજન, માન પ્રમાનિએ; સહસ–અઠોતર કલસા, પ્રભુકે સિર ઢરે,
પુનિ સિંગાર પ્રમુખ આચાર સૌ કરે. કરિ પ્રગટ પ્રભુ મહિમા મહોચ્છવ, આનિ પુનિ માતહિ દએ, ધનપતિહિ સેવા રાખિ સુરપતિ, આપ સુરલોકહિ ગએ; જનમાભિષેક મહંત મહિમા સુનત સબ સુખ પાવર્તી, જન ‘રૂપચંદ’ સુદેવ જિનવર, જગત મંગલ ગાવહીં.૧૦
તે કલશોના મુખની ગોળાઈ એક યોજન, પેટ અર્થાત્ મધ્યમાં પહોળાઈ ચાર યોજન અને (ગહરાઈ) ઊંચાઈ (ઊંડાઈ) આઠ યોજનની હતી. આવડા મોટા એક હજાર ને આઠ કલશ ભગવાનના શિર ઉપર ઢોળ્યા, અર્થાત્ સ્નાન કરાવ્યું. ત્યાર બાદ શૃંગારાદિ ક્રિયા કરી અર્થાત્ વસ્ત્રાભૂષણ વગે૨ે પહેરાવ્યા. આ પ્રમાણે ઇન્દ્રે ભગવાનનો મહિમા પ્રગટ કરીને અને મહાન ઉત્સવ કરીને ભગવાનને લાવીને તેમની માતાને સોંપ્યા. તથા કુબેરને તેમની સેવા માટે રાખીને પોતે સ્વર્ગલોકમાં ગયો. આવા આ જન્માભિષેકનો મહાન મહિમા સાંભળીને સર્વ સુખ પામે છે. કવિ રૂપચંદ્રજી કહે છે કે આખું જગત જિનદેવનાં મંગળ ગાન કરે છે
૩. તપકલ્યાણક :
૧શ્રમ-જલરહિત શરીર, સદા સબ મલરહિઉ, છીર વરન વર રુધિર, પ્રથમ આકૃતિ લહિઉ; પ્રથમ સારસંહનન, સરૂપ વિરાજહીં, સહજ સુગંધ સુલચ્છન-મંડિત છાજહીં. ૧. પરસેવો. ૨. સર્વ પ્રકારના મલથી રહિત.
૨૬૧
ર