________________
૨૬૦
નિત્યનિયમાદિ પાઠ
યોજન ઊંચી છે, તથા સુંદર સિંહાસન સોનાના કળશ અને ઝારી, પંખા, કળશ, ધ્વજા, ચમર, સ્વસ્તિક, છત્ર, દર્પણ એ આઠ મંગલ દ્રવ્યોથી શોભાયમાન છે.
રચિ મણિમંડપ સોભિત મઘ્ય સિંહાસનો, થાપ્યો પૂરવ મુખ તહૌં, પ્રભુ કમલાસનો; બાજહિ તાલ મૃદંગ વેણુ વીણા ઘને, ‘દુંદુભિ પ્રમુખ મઘુર ધુનિ, ઔર જુ બાજને. જુ બાજને બાજહિ સચી સબ મિલિ, ધવલ મંગલ ગાવહીં, પુનિ કરહિ નૃત્ય સુરાંગના સબ, દેવ કૌતુક ધાવહીં; ભરિ છીરસાગર જલ જુ હાહિં, હાથ સુરગિરિ સ્થાવર્તી સૌધર્મ અરુ ઈસાન ઈંદ્ર સુ, કલસ લે પ્રભુ ન્હાવહીં. ૯
તે પાંડુકશિલા ઉપર સુંદર મણિમય મંડપ બનાવીને તેની બરાબર મધ્યમાં સિંહાસન રાખીને તેના ઉપરના કમલાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભગવાનને બિરાજમાન કર્યા. તે વખતે તાલ (કરતાલ, કાંસી જોડ), મૃદંગ, વેણુ (વાંસળી), વીણા, નોબત વગેરે બીજાં પણ અનેક મીઠા અવાજવાળાં વાજિંત્ર (વા) વાગવા લાગ્યાં. સર્વ ઇંદ્રાણીઓ સાથે મળીને પવિત્ર મંગલગીત ગાવા લાગી. સર્વ અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવો વિવિધ પ્રકારનાં કૌતુક, તમાસા કરવા લાગ્યા, તથા ભગવાનના અભિષેક (સ્નાન) માટે ક્ષીરસમુદ્રમાંથી (એક હારમાં ઊભા રહી) જલકલશ ભરી ભરીને હાથોહાથ સુમેરુ પર્વત સુધી લાવવા લાગ્યા. સૌધર્મ અને ઈશાન ઇંદ્ર તે કલશોને લઈ લઈને ભગવાનને અભિષેક કરવા લાગ્યા.
૧. નગારું, નોબત, ભેરી