________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૮૫
દુ:ખમાં છું તેનું તીવ્ર ભાન થાય, જન્મમરણથી ત્રાસ છૂટે ને તેથી બચવા સદ્ગુરુને શરણે જાય, તેમના બોધને અનુસરી આપેલી આજ્ઞા આરાઘે, એમાં પ્રમાદ મૂકીને નિરંતર પુરુષાર્થ કરતાં દર્શનમોહનીયની મંદતા થાય ત્યારે આત્મદર્શન થાય છે. ત્યાર પછી મોક્ષ (કર્મ રહિત દશા), મોક્ષમાર્ગ (રત્નત્રયરૂપ) જેમ છે તેમ સમજાય. સત્પુરુષની આજ્ઞાએ શુભાશુભની ઇચ્છારહિતપણે એક આત્મા (સમકિત) પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે તો મોક્ષસ્વભાવ એટલે સમકિત પ્રાપ્ત થાય. તે માટે સંસારથી ભય અને તેથી છૂટવાની એક માત્ર તીવ્ર ઇચ્છા થવી જોઈએ; અને જ્ઞાનીની આજ્ઞામાં સર્વથા વર્તવું જોઈએ. પરંતુ જ્યાં સુધી જીવને સંસારના પદાર્થો માટે ઝૂરણા છે, ઇંદ્રિયના પદાર્થોમાં પ્રીતિ છે, દેહની વેદનીથી ભય છે ત્યાં તે અર્થે જ પુરુષાર્થ પણ કરે છે. પરંતુ વિષયભોગ, શાતા, અશાતા તો કર્મને આધીન છે. વિના પુરુષાર્થ પણ બાંધ્યાં છે તે મુજબ ભોગવવાનાં છે, તેમાં ખાલી ચિંતા કરવાથી આત્માર્થ કે જે પુરુષાર્થથી જ થવાનો છે તે ચૂકી જવાય છે. માટે સંસારની ઇચ્છાઓરૂપ શુભાશુભમાં જતી વૃત્તિને રોકીને આત્માર્થે પુરુષાર્થ કરવા લાગી જવું જોઈએ. અનંતકાળે ન મળે એવો જોગ આવી મળ્યો છે તો આત્માને મુક્ત કરવા માટે જ ઝૂરણા, ઇચ્છા, પુરુષાર્થ કરી શુભાશુભથી રહિત આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવામાં સફળતા કરી લેવી. મોક્ષમાર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. તે માટે સત્પુરુષ જે તે માર્ગે વર્ચ્યા છે તેમનું અવલંબન પળ પળ આદરવું. મનુષ્યદેહમાં સત્પુરુષનો જોગ, તત્ત્વપ્રાપ્તિ વગેરે અનંતકાળે મળે નહીં એવો દુર્લભ યોગ મળી આવ્યો છે
.