________________
૧૮૪
નિત્યનિયમાદિ પાઠ
શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ ! તું વિચાર. (૮૯)
ભાવાર્થ :– શુભ અશુભ કર્મ ફળ સહિત છે એમ તેં જાણ્યું તો હે બુદ્ધિમાન ! શુભાશુભ કર્મથી નિવર્તવું તેનું ફળ મોક્ષ પણ છે. શુભ અશુભ ભાવો રોકીને આત્મામાં ઉપયોગ સ્થિર કરવાથી કર્મનો સંવર અને નિર્જરા થતાં મોક્ષ થાય છે. (૮૯)
-
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ અર્થ : કર્મસહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય. (૯૦)
ભાવાર્થ :— ‘વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ’ એમ કહ્યું હતું તે શિષ્યની છૂટવાની સાચી જિજ્ઞાસા બતાવે છે. ‘અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી.’’ (૧૯૫) સૂરણા, અશાંતિ થાય તો શાંતિનો માર્ગ મળે.
શુભ અને અશુભને છેદીને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું તે સમકિત વિના બનતું નથી. તે માટે પ્રથમ હું બંધાયો છું,