________________
૧૭૦
નિત્યનિયમાદિ પાઠ ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. (૬૮)
ભાવાર્થ – અનંત ગુણપર્યાયવાળું તે દ્રવ્ય મૂળ પદાર્થ તે ત્રણે કાળ રહેનાર વસ્તુ છે. આત્મા દ્રવ્યપણે નિત્ય છે. પરંતુ આત્માના ગુણોનું સમયે સમયે પરિણમન થાય છે તેથી પર્યાય પલટાય છે. એક જ દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાય=અવસ્થા થાય છે. જેમ કે એક જ દેહઘારીને બાળ, યુવા, વૃદ્ધ એમ અવસ્થા પલટાય છે પરંતુ દેહદારી તેનો તે જ છે એમ ઓળખાય છે. દરેક દ્રવ્ય પર્યાયવાળું છે તેમ આત્માને પણ જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થવાથી ગુણોની વૃદ્ધિહાનિ થાય છે છતાં તે દ્રવ્યનો કે તેના કોઈ ગુણનો કદાપિ નાશ થતો નથી. (૬૮)
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯
અર્થ - વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં, કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે? માટે એ