________________
૧૫૮
| નિત્યનિયમાદિ પાઠ જ જો ને જાણ. તે પોતે જ આત્મા છે. “બીજો પણ અનુભવ નહીં” એમ કહ્યું તો કે બધું છોડી દઈએ પણ છેવટે જે હંમેશા સાથે જ રહે તે આત્મા પોતે જ અનુભવરૂપ છે. “તેથી ના જીવસ્વરૂપ,” તેના ઉત્તરમાં કહે છે કે તે પોતે જ પ્રત્યક્ષ જવસ્વરૂપ છે. જેનો અનુભવ નિરંતર અખ્ખલિતપણે થયા કરે છે તે પોતે જ આત્મા છે. પ્રત્યેક અવસ્થામાં “હું છું” એવું જણાય છે તે જ અબાધ્ય અનુભવ સ્વરૂપ આત્મા છે. (૫૧).
છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દીના વિષયનું, પણ આત્માને ભાન પર
અર્થ :- કર્મેન્દ્રિયથી સાંભળ્યું છે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇન્દ્રિયે દીઠેલું તે કર્મેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સી ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચ ઇન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા છે, અને આત્મા વિના એકેક ઇન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. (પર) | ભાવાર્થ – દરેક ઇંદ્રિય પોતાનું કાર્ય ભિન્ન ભિન્ન કરે છે પણ તે દરેકમાં જાણવાનું કામ કરનાર આત્માનો ઉપયોગ તો એકનો એક જ છે. પાંચેય ઇંદ્રિયના વિષયોને જાણનારો, સ્મૃતિમાં રાખનારો ઇન્દ્રિયોથી ભિન્ન આત્મા છે. (૧૨)
દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. પ૩