________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૫૭ ઇચ્છાઓ, સંકલ્પ-વિકલ્પ આદેથી જુદો પાડે. બુદ્ધિરૂપી છીણીથી જડ ચેતનનાં લક્ષણ જુદાં જુદાં વિચારે. બધામાં જાણનાર જોનાર જુદો છે, તે આત્મા છે.
“સમતા, રમતા, ઊરઘતા, જ્ઞાયતા, સુખભાસ;
વેદકતા, ચેતન્યતા, એ સબ જીવ વિલાસ.” ઝાડ લીલું સુંદર દેખાય છે ત્યાં જડ ન જુએ પરંતુ તેની રમણીયતા આત્માને લઈને છે માટે ત્યાં આત્મા છે એમ જુએ. વળી મારો આત્મા છે તો જાણી રહ્યો છે એમ આત્મા અરૂપી છે પરંતુ તે તેના લક્ષણોથી પકડી શકાય છે. તેને લક્ષણોથી ભિન્ન પાડી સતત અનુભવ કરી મ્યાન ને તરવારની જેમ દેહથી ભિન્ન આત્મા છે એ શ્રદ્ધા દ્રઢ કરી લેવી. ઇન્દ્રિયથી દેખાતા જડ પદાર્થો ક્ષણે ક્ષણે પલટાતા નાશવંત છે તેમાં આત્માની ભ્રાંતિ ન કરવી, મોહ ન કરવો. એક આત્માનો જ લક્ષ કરવો. (૪૯-૫૦)
જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧
અર્થ - તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાદ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાઘ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. (૫૧).
ભાવાર્થ :- “નથી દ્રષ્ટિમાં આવતો... ...” તેના જવાબમાં “જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો.....” બીજું દેખાય છે પણ આત્મા દેખાતો નથી, તેનું રૂપ દેખાતું નથી, તેના જવાબમાં સદ્ગુરુ કહે છે કે જે દ્રષ્ટિથી અન્ય રૂપને જુએ છે, જાણે છે, તેને