________________
(૧૩) સ્વરૂપને રહેવાનું ઘામ, સહજાનંદ એટલે સહજ અનંત સુખ જેમાં રહે છે તે આત્મા, આનંદઘન એટલે પરમાનંદ પ્રગટે કે વરસે તેવો બોઘ વરસાવનાર, એવાં અપાર નામ સરુનાં છે. કારણ કે સદેવ, સતુઘર્મ અને સત્સ્વરૂપને ઓળખાવનાર સદ્ગુરુ છે. તેમના ગુણોનો પાર આવે તેમ નથી તેથી તે ગુણોનો સાગર છે. તત્ત્વાર્થસૂત્રમાં તીર્થકર નામકર્મનાં કારણો જણાવ્યાં છે તેમાં આચાર્યભક્તિ, ગુરુભક્તિ ગણાવી છે. એમ અનેક શાસ્ત્રોમાં ગુરુભક્તિ તીર્થકર નામકર્મ બાંધવાનું કારણ કહેલ છે. તેથી પરમગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ ત્રિકાળ જયવંત વર્તો, તેમને અગણિત નમસ્કાર હો!
એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપપરહિત કાર; જયવંત શ્રી જિનરાજ(ગુરુરાજ)વાણી કરતાસ ઉચ્ચાર; ભવભીત ભવિક જે ભણે, ભાવે, સુરે, સમજે, સહે, શ્રી રત્નત્રયની ચૌક્યતા લહી, સહી સો નિજપદ લહે.
(સહી સો પરમ પદ લહે). ૪ સ્વપરના હિતને અર્થે શ્રીમદ્ રાજચંદ્ર ગુરુને નમસ્કાર કરી હવે તે જયવંત ગુરુરાજની કે જિનરાજની વાણીનો ઉચ્ચાર કરું છું, ભક્તિ કે સ્વાધ્યાય આદિ શરૂ કરું છું. આ દુઃખના દરિયારૂપ સંસારથી જે ભવ્ય જીવ ભય પામ્યા છે, તે શ્રી સપુરુષની વાણી ભાવપૂર્વક ભણે, સાંભળે, સમજે અને શ્રદ્ધ તો સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્યારિત્રની એકતા પામી તે આત્મપદ પામે, ખરેખર તે પરમપદ પામે તેમ છે.