________________
( ૧૨ )
શ્રી સત્પુરુષનાં વચનામૃત, મુખમુદ્રા અને સત્સમાગમ મોહનિદ્રામાં પડેલી સૂતી ચેતનાને જાગૃત કરનાર છે. પાપ કે પ્રમાદ તરફ ઢળતી વૃત્તિને સદ્ભાવમાં તે ટકાવી રાખનાર છે. સમ્યક્ પ્રતીતિરૂપ માત્ર દર્શનનો લાભ થતાં જ ચેતનાને તે નિર્દોષ બનાવે છે અને અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવા પ્રેર્યા કરે છે. તેથી તે સર્વ સદ્ગુણના ભંડારરૂપ છે. વળી વિશેષ ઉપકારો નીચેની કડીમાં બતાવ્યા છે –
સ્વસ્વરૂપી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ઘારણે; પૂરણપણે વીતરાગ, નિર્વિકલ્પતાકે કારણું; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનન્ત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. ૨
શ્રી સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમનો નિશ્ચય થયે સ્વસ્વરૂપની શ્રદ્ધા થાય છે, અપ્રમત્ત સંયમનું ભાન પ્રગટે છે, પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટવાનું તે કારણ બને છે; અને છેલ્લે અયોગી સ્વભાવ ચૌદમે ગુણસ્થાને પ્રગટે છે અને અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ થાય છે, તેનું કારણ પણ તે વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ છે.
સહજાત્મ, સહજાનંદ, આનંદઘન નામ અપાર હૈ, સદેવ, ધર્મ સ્વરૂપ-દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુભક્તિસે લહો તીર્થપતિપદ શાસ્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. ૩
શ્રી સત્પુરુષથી જીવને અચિંત્ય લાભ પ્રાપ્ત થાય છે, તેથી તેનાં અનેક ગુણસંપન્ન નામો ગણાવે છે; સહજાત્મ, એટલે સહજ