SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ નિત્યનિયમાદિ પાઠ નથી. પોતાના સ્વરૂપનું સુખ નિરંતર રહે એવું છે, તેની વિસ્મૃતિ થાય એ ભયંકર છે. શાને લઈને ભૂલી જવાય છે તેના કારણો કહે છે. લક્ષ્મી અને અધિકાર વઘતાં, શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વઘવાપણું, એ નય ગ્રહો; વઘવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો /૨ લક્ષ્મી આખો જન્મ પૈસા કમાવામાં કાઢે તેથી શું વધે? કર્મ વધે. અધિકારથી નોકરો વધે. રાજા થાય તો પણ શું? આ ભવ ફરી જાય પછી શું કામનું ? એમાં મહત્તા શી છે? ત્યારે શું કુટુંબ-પરિવાર એટલે પુત્રાદિથી મહત્તા છે, એ નય ગ્રહો છો–એવો અભિપ્રાય ઘરાવો છો ? એથી માત્ર સંસાર વધે છે. લક્ષ્મી વગેરે માટે આખી જિંદગી ગાળે તેથી નરદેહ હારી જવાય છે, એનો એક પળ પણ તમને વિચાર ન થયો ? હવો થયો. એક પળ એવો વિચાર આવે તોપણ જિંદગી ફરી જાય. ૬૦ વિપળ = ૧ પળ = ૨૪ સેકંડ ૬૦ પળ = ૧ ઘડી = ૨૪ મિનિટ ૬૦ ઘડી = ૧ દિવસ = ૨૪ કલાક આખી જિંદગીમાં એક પળ પણ આત્માનો વિચાર કરવા થોભતા નથી એ ઘણું આશ્ચર્ય છે. “ખરી મહત્તા” (મોક્ષમાળા૧૬) માં કહ્યું છે તેમ મહત્તા શામાં છે? તે વિચારવાનું છે.
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy