________________
૧૧૧
અમૂલ્ય તત્ત્વવિચાર ઉત્તરાધ્યયનસૂત્રમાં મનુષ્યપણું દશ દ્રષ્ટાંતે દુર્લભ કહ્યું છે. તે સાથે સત્પરુષના વચનનું શ્રવણ, તેની શ્રદ્ધા થવી અને સંયમમાં વીર્યનું સ્ફરવું એ ચારે પરમ દુર્લભ છે. જીવને ઘરેણા, કપડા કિંમતી લાગે છે તેમ મનુષ્યપણું કિંમતી લાગે, તો ક્ષણ પણ નકામી ન ગુમાવે. કોઈ ક્ષણે સમતિ થાય, સંવર થાય, નિર્જરા થાય, કેવળજ્ઞાન થાય, એવી મનુષ્યભવની ઉત્તમ ક્ષણો છે. આવો મનુષ્યભવ મળ્યો છે તોપણ ખેદની વાત છે કે ચારગતિમાં ફરવારૂપ ભવચક્રનો આંટો એક્કે ટળ્યો નથી. જ્ઞાની પુરુષોને દયા આવે છે કે આટલે બધે ઊંચે આવ્યા છતાં ભવના આંટા ઓછા થાય તેવું કશું જ કર્યું નહીં. આંટો ક્યારે ટળે? સમકિત થાય પછી ભવ ગણાવા માંડે, ગણતરીના ભાવ રહે; સમકિત તમે નહીં તો ઉત્કૃષ્ટ ૧૫ ભવ થાય. સમકિત ન થાય ત્યાં સુધી જીવ ચારગતિમાં ફરવારૂપ આંટા માર માર કરે છે. સમકિત થયા પછી આંટા ઉકેલવા માંડે. મનુષ્યનાં સુખ ભોગવતાં પુણ્ય ઘટતું જાય છે. પાણીના રેલાની માફક પુણ્ય ઓછું થતું જાય છે, તેનો જરા તો વિચાર કરો ! જો પુણ્ય બાંઘતો નથી તો પૂર્વનું તો ભોગવાઈને જતું રહે છે. ક્ષણે ક્ષણે કર્મ બંઘાય છે, જન્મમરણ ઊભાં થાય છે તે ભાવમરણ છે. આત્માને ભૂલવો તે ભયંકર વસ્તુ છે. કારણ એથી જન્મમરણ ઊભા થાય છે, તેમાં વળી શું રાચો છો–રાજી થાઓ છો ? તેમાં રાજી થવા જેવું શું છે ? મનુષ્યભવ મોક્ષ માટે છે, તે ભૂલીને સુખશાતા ભોગવે પણ તે રહેતી નથી. સુખ ભોગવતાં તે ચાલ્યાં જાય છે, ટકતાં નથી, નાશવંત છે. તેમાં મોહ પામવા જેવું નથી. કયું સુખ નિરંતર રહે એવું છે? તે વિચાર્યું