________________
સ્તુતિ સંગ્રહ
જિનમુખ દીઠી વાણી, મીઠી સુરતરુ વેલડી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ શેલડી; સાકર સેતી તરણા લેતી, મુખે પશુ ચાલતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું, સુરવધૂ ગાવતી. ૩ ગજમુખ દક્ષ વામન યક્ષ, મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપ વાહી, કાયા જશ શામલી; ચકકર પ્રૌઢા નાગારૂઢા, દેવી પદ્માવતી, સોવન કાંતિ પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી. ૪ ક (૨૭) ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ
ભીલડી પુર મંડન સોહિએ પાર્થ નિણંદ, તેને તમે પૂજો નરનારીના વૃંદ; તુઠો આપે પણ કણ કંચન ક્રોડ, તે શિવપદ પામે કર્મ તણા ભય છોડ. ઘન ઘસિય ઘનાઘન કેસરના રંગ રોળ, તેહમાં તમે ભેળો કસ્તુરીના ઘોળ; તિણ શું પૂજો ચોવિશ નિણંદ, જેમ દેવ દુઃખ જાવે આવે ઘર આનંદ. ત્રિગડે જિન બેઠા સોહિયે સુંદર રૂપ, તસ વાણી સુણવા આવી પ્રણમે ભૂપ; વાણી જોજનની સુણજો ભવિયણ સાર, જે સુણતા હોશે પાતકનો પરિહાર. ૩ પાયે રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝણકાર, પદ્માવતી ખેલે પાર્શ્વ તણા દરબાર; સંઘ વિન હરજો કરજો જય જયકાર, એમ સૌભાગ્યવિજય કહે સુખ સંપત્તિ દાતાર. ૪ પાયે રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝણકાર, પદ્માવતી ખેલે પાર્થ તણા દરબાર;
૬૫