________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
F (૨૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ શ્રી પાસ જિનેસર, પૂજા કરૂં ત્રણ કાળ; મુજ શિવપદ આપો, ટાળો પાપની જાળ; જિન દરિસણ દીઠ, પહોંચે મનની આસ; રાય, રાણા સેવે, સુરપતિ થાયે દાસ. વિમલાચલ આબુ, ગઢ ગિરનાર નેમ, અષ્ટાપદ સમેત શિખર, પાંચે તીરથ એમ, સુર અસુર વિદ્યાધર, નરનારીની કોડ, ભલી જુગતે વાંદું, ધ્યાવું બે કર જોડ. ૨ સાકરથી મીઠી, શ્રીજિન કેરી વાણી, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણી; તેહવચન સુણીને, મુજ મન હર્ષ અપાર, ભવસાયર તારો, વારો દુર્ગતિ વાર. કાને કુંડલ ઝળકે, કંઠે નવસર હાર, પદ્માવતી દેવી, સોહે સવિ શણગાર; જિનશાસન કેરા, સઘલા વિઘન નિવાર, પુણ્ય ઋષિને જિનજી, સુખસંપત્તિ હિતકાર. ૪
ઇ
gi (૨૬) પાર્થ જિન સ્તુતિ | પાસ નિણંદા વામાનંદા, જબ ગરભે ફળી, સુપનાં દેખે અર્થ વિશેષે, કહે મઘવા મળી; જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિરાજી ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીએ. ૧ વીર એકાકી ચાર હજારે, દીક્ષા પૂરે જિનપતિ, પાસ ને મલ્લી ત્રયશત સાથે, બીજા સહસે વ્રતી; ષત સાથે સંજમ ઘરતાં, વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજો મુજને ઘણી. ૨
૬૪