________________
સ્તુતિ સંગ્રહ
(૨૩) શ્રી ગિરનારમંડન શ્રી નેમીનાથ પ્રભુની સ્તુતિ
સુર અસુર વંદિત પાય પંકજ, મયણ મલ્લુક ક્ષોભિતં; ઘન સુઘનશ્યામ શરીર સુંદર, શંખ લંછન શોભિતં; શિવાદેવી નંદન ત્રિજગ વંદન, ભવિક કમલ દિનેશ્વર; ગિરનાર ગિરિવર શિખર વંદું, શ્રી નેમિનાથ જિનેશ્વર. ૧ અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરૂ; વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધા, નેમ રેવાગિરિવરૂ; સમ્મેતશિખરે વીશ જિનવર, મુક્તિ પહોંતા મુનિવરૂ; ચોવીશ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુહંકરૂ. અગીયાર અંગ ઉપાંગ બાર, દશ પયજ્ઞા જાણીયે; છ છેદ ગ્રંથ પસત્ય સત્યા, ચાર મૂલ વખાણીયે; અનુયોગ દ્વાર ઉદાર નંદી, સૂત્ર જિન મતિ ગાઈયે; વૃત્તિ-ચૂર્ણિ-ભાષ્ય, પિસ્તાલીશ આગમ ધ્યાઈયે. દોય દિશિ બાળક દોય જેહને, સદા ભવિયણ સુખકરૂ; દુ:ખહિ અંબાલુંબ સુંદર, દુરિત દોહગ અપહરૂ; ગિરનાર મંડણ નેમિ જિનવર, ચરણ પંકજ સેવિયે; શ્રી સંઘને સુપ્રસન્ન મંગલ, કરો તે અંબાદેવીયે.
૨
૬૩
૪
(૨૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ શંખેશ્વર પાર્શ્વજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મનવાંછિત પૂરણ સુરતરુ, જય વામાસુત અલવેસરુ. ૧ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા; દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હૈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીયો. ૩ ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નવિમલના વાંછિત પૂરતી. ૪