________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
-
શાંતિનાથ પ્રમુખા સવી, લહી રાજ્ય નિવારી; મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી. ૨ કનક કમલ પગલાં હવે, જગ શાંતિ કરીને; રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીયા, ફલ લેતા રીજે; પુષ્પરાવર્તના મેઘમાં, મગશૈલ ન ભીંજે. ૩ કોડ વદન શૂકરારૂઢો, શ્યામ રૂપે ચાર; હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણિ એ, નકુલાક્ષ વખાણે; નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે. ૪
પક (૨૨) શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ ક. રાજાલ વરનારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલસિરિ સારી, પામીયા ઘાતી વારી. ૧ ત્રણ જ્ઞાન સંયુતા, માતાની કૂખે હુંતા; જન્મ "પુરુહૂતા, આવી સેવા કુરતા; અનુક્રમે વ્રત લહતા, પંચ સમિતિ ઘરતા; મહીયલ વિચરતા, કેવલશ્રી વરં તા. ૨ સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે; ગિડું સોહાવે, દે વછંદો બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિહાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે. ૩ શાસનસુરી સારી, અંબિકા નામ ઘારી; જે સમક્તિ નરનારી, પાપ સંતાપ વારી; પ્રભુ સેવા કારી, જાપ જપીએ સવારી; સંઘ દુરિત નિવારી, પવને જેહ પ્યારી. ૪
(૨)