SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ સંગ્રહ શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર, ચોમાસું રહીઆ, ગણધર મુનિ પરિવાર, ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ, દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. ૩ પોસહ પડિક્કમણું કરીયેવ્રત પચ્ચખાણ, આઠમ દિન કરીએ, અષ્ટકર્મની હાણ; અષ્ટ મંગળ થાયે, દિન દિન ક્રોડ કલ્યાણ, એમ સુખસૂરિ કહે, જીવિત જન્મ પ્રમાણ. ૪ 'ક (૨૦) શ્રી મૌન એકાદશીની સ્તુતિ HF (રાગ-ચોપાઈ) મૌનપણે પોસહ ઉપવાસ, મૌન એકાદશી પુન્યની રાશ; કલ્યાણક એકસો પચાસ, આરાધ્યા સહી શિવપુર વાસ. ૧ મનુષ્ય ક્ષેત્રમાં વિચરે જેહ, ત્રિભુવનમાં જિનપડિમા તેહ; સદાકાળ સવિ જિન પ્રતિબિંબ, ત્રિવિધે તે પ્રણમું અવિલંબ. ૨ જિહાં જિન એકાદશી વિધિ ભણી, અવર અરથની રચના ઘણી, તે સિદ્ધાંત સુધારસ સમો ભણતાં ગણતાં સુર્ણતાં રમો. ૩ જે શ્રી શ્રુતદેવી સોહામણી, શ્રી જિનશાસનની રાગિણી; માતા આપો મતિ નિરમલી, વિદ્યાચંદ વંદે વળી વળી. ૪ (૨૧) શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ | શાંતિ સુહંકર સાહિબો, સંજમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે. પાસ વીર વાસુપુજ્યજી, નેમ મલ્લી કુમારી; રાજ્ય વિહૂણા એ થયાં, આપે વ્રત ધારી; ૧ ૬૧ ૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy