SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૧૮) પાંચમની સ્તુતિ ક્વ પાંચમને દિન ચોસઠ ઈદ્ર, નેમજિન મહોત્સવ કીધોજી, રૂપે રંભા રાજીમતીને, ઠંડી ચારિત્ર લીધોજી; અંજનરત્ન સમ કાયા દીપે, શંખ લંછન સુપ્રસિદ્ધોજી, કેવળ પામી મુક્તિ પહોંચ્યાં, સઘળાં કારજ સિધ્ધાંજી. ૧ આબુ અષ્ટાપદ ને તારંગા, શત્રુંજયગિરિ સોહેજી, રાણકપુર ને પાર્થ શંખેશ્વર, ગિરનારે મન મોહ્યુંજી; સમેતશિખર ને વળી વૈભારગિરિ, ગોડી થંભણ વંદોજી; પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિકંદોજી. ૨ નેમિ જિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બોલેજી; બીજા તપ જપ છે અતિ બહોળા, નહીં કોઈ પંચમી તોલેજી પાટી પોથી ઠવણી કવળી, નોકરવાળી સારીજી; પંચમીનું ઉજમણું કરતા, લહીએ શિવવધૂ પ્યારીજી. ૩. શાસનદેવી સાંનિધ્યકારી, આરાધે અતિ દીપેજી; કાને કુંડળ સુવર્ણ ચુડી, રૂપે રમઝમ દીપેજી; અંબિકા દેવી વિદન હરેવી, શાસન સાંનિધ્ય કારીજી; પંડિત હેતવિજય જયકારી, જિન જપે જયકારી જી. ૪ (૧૯) શ્રી અષ્ટમીની સ્તુતી ક ચોવીશે જિનવર હું પ્રણમું નિત્યમેવ, આઠમ દિન કરીયે, ચંદ્રપ્રભુની સેવ; મૂર્તિ મન મોહન, જાણે પુનમચંદ, દીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ. ૧ મળી ચોસઠ ઈદ્રો, પૂજો પ્રભુજીના પાય, ઈન્દ્રાણી અપચ્છરા, કર જોડી ગુણ ગાય, નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની કોડ, અઢાઈ મહોત્સવ, કરતાં હોડાદોડ. ૨ CO
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy